ભણવાનું નામ પડતા જ મગજમાં અનેક પ્રકારના સવાલો દોડવા લાગે છે. ભણવાનો દબાવ, પુસ્તકોનો વજન…. વગેરે વગેરે…. પરંતુ આજે અમે દુનિયાની અજીબોગરીબ સ્કૂલો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જ્યાં ભણાવવા માટેની પદ્ધિતી સૌથી અલગ છે. મહત્વનું છે કે સ્કૂલનું નામ સાંભળતાં જ વિદ્યાર્થીઓ ભાગે છે. એવામાં કોરોનાકાળ વચ્ચે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું બંધ થઈ જતાં વિદ્યાર્થીઓને જલસા પડી ગયા છે. પણ દુનિયામાં એવી ઘણી સ્કૂલો છે કે જે બાળકોને બોરિંગ થવા દેતી નથી.
આજે અમે તમને વિશ્વની કેટલીક અન્ય શાળાઓ વિશે જણાવીશું કે જ્યાં અભ્યાસ કરાવવામાં આવે જ છે. પરંતુ તેના માટે વિચિત્ર પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. આવું કરવા માટેનો ઉદ્દેશ એટલો જ છે કે બાળકોને અભ્યાસ દરમિયાન કંટાળો ન આવે અને ભણવાની પણ મજા આવે. આવો જાણીએ દુનિયાની 5 અજીબોગરીબ શાળાઓ વિશે…..

સુડબરી સ્કૂલ
સુડબરી સ્કૂલ અમેરિકામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની જાતે જ શાળાનું ટાઈમ ટેબલ બનાવે છે અને તે નક્કી કરે છે કે તેઓએ ક્યાં દિવસે ભણવાનું છે. ઉપરાંત સ્કૂલનાં બાળકો નક્કી કરે છે કે તેઓએ શિક્ષણની કઈ પદ્ધતિઓ અપનાવી જોઈએ અને તેઓ પોતાનું મૂલ્યાંકન કેવી રીતે કરવા માંગે છે.

ધ સ્કુલ ઓફ સિલિકોન વૈલી
ધ સ્કુલ ઓફ સિલિકોન વૈલીમાં ભણાવવાની પરંપરાગત પદ્ધિતીઓની સૌથી વિરોધમાં છે. આ શાળામાં બાળકોને ભણાવવા માટે ઉચ્ચ સ્તરની ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. આ શાળામાં બાળકોને આઈપેડ, થ્રી-ડી મોડલિંગ અને સંગીતની મદદથી ભણાવવામાં આવે છે.

મકોકો ફ્લોટિંગ સ્કૂલ
અહીંયા એક એવી શાળા છે જે પાણી પર તરે છે. તે એક સાથે 100 બાળકોને ભણાવવાની ક્ષમતા ધરાવે છે. આ શાળા પાણીના સતત વધતા જળ સ્તર પર સરળતા ટકી રહે છે અને ખરાબ હવામાન પણ તેને નુકસાન પહોંચાડતું નથી. મહત્વનું છે કે ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે બાળકો શાળાઓના અભાવના કારણે શાળાએ જઈ શકતા નથી. પરંતુ નાઇજિરીયામાં આ કોઈ સમસ્યા નથી.

ઝોંગડોંગ: ધ કેવ સ્કુલ
ચીનની આ શાળામાં લગભગ 186 વિદ્યાર્થીઓ ભણ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને 8 શિક્ષકો ભણાવતા હતા. આ શાળા એક કુદરતી ગુફાની અંદર હતી. જેની શોધ 1984માં થઈ હતી. અહીં એવા બાળકોને શિક્ષણ આપવામાં આવતુ હતું કે જેઓ શાળાએ જઈ શકતા ન હતા. પરંતુ 2011માં ચીની સરકારે શાળા બંધ કરી દીધી હતી.

કાર્પે ડાયમ સ્કૂલ
આ શાળા ઓહિયોમાં આવેલી છે. વર્ગખંડોને બદલે લગભગ 300 ક્યુબિકલ્સ છે. કોઈપણ ઓફિસની જેમ. આ શાળાનું માનવું છે કે દરેકને તેમના સ્તરે વસ્તુઓ શીખવી જોઈએ. જો બાળકોને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય,તો પ્રશિક્ષક આપવામાં આવે છે અને તરત જ તેમને મદદ કરે છે.
I am truly grateful to the holder of this website who has shared this impressive article at at this time.