સામાન્ય રીતે મંદિર લોકો ભગવાનની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા જાય છે. જેમાં કેટલાંક મંદિર અમુક પ્રકારની ખાસ આશીર્વાદ માટે હોય છે. આજે અમે તમને આવા જ એક ખાસ મંદિર વિશે જણાવવાના છે. જ્યાં દંપતિ પોતાના પ્રેમની અરજ લઈને જાય છે. તો કુંવારા લોકો પોતાના મનગમતા પાત્રને મેળવવા માટે જાય છે.
દરેક પ્રેમી જોડાની ઈચ્છા હોય છે કે, તેઓ હંમેશા સાથે રહે. તેમની વચ્ચેનો પ્રેમ જળવાઈ રહે. કારણ કે, દરેકના એવા નસીબ નથી હોતા કે, તેમનો પ્રેમ તેમની સાથે રહે. ઘણીવાર પરિવારના કારણે અથવા તો સમાજના કારણે ઘણાં લોકોનો પ્રેમ અધૂરો રહે છે. જો તમે પણ આમાં જ એક છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, આજે અમે તમારી માટે એક અનોખા મંદિરની વાત લઈને આવ્યાં છે, જે ખાસ પ્રેમી જોડા માટે છે.
જી હા,..તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકિકત છે. આ એક એવું મંદિર છે જ્યાં ફરિયાદ કરવાથી મનોકામના પૂર્ણ થયા છે. આ અનોખું મંદિર જોધપુરનું ઈશ્કિયા ગજાનંદ મંદિર છે.
કહેવાય છે કે, અહીં દરેક પ્રેમી જોડાની ઈચ્છા પૂરી થાય છે. આ મંદિરમાં પ્રેમી જોડા પ્રેમની ફરિયાદ લઈને પહોંચે છે. આ જ કારણ છે કે, આ મંદિર ઈશ્કિયા ગજાનંદ મંદિર તરીકે ઓળખાય છે. અહીં યુવાનોથી લઈને વૃદ્ધો દરેક લોકો પોતાની મનોકામનો લઈને પહોંચે છે.
જોધપુર શહેરમાં આડા બજારના જૂની શાર્કેટમાં આવેલું છે. જ્યાં લોકો ગજાનંદ ભગવાનના દર્શન કરવા માટે જાય છે. એવી માન્યતા છે કે, લગ્ન કરવા માગતા યુવાનો આ મંદિરમાં પોતાના સંબંધને મજબૂત કરવાની મનોકામના માગે છે.
આ મંદિરનું નામ પહેલા ગુરુ ગણપતિના નામથી ઓળખાતું હતું. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, લગ્ન પહેલા પ્રેમી જોડા આ મંદિરની મુલાકાત લે છે. તેમજ કપલ્સ તેમની મુલાકાત આ મંદિરમાં કરે છે.
રહીશોના જણાવ્યાનુસાર, આ મંદિરમાં મોટાભાગે પ્રેમી જોડા અહીં પ્રેમની ફરિયાદ લઈને આવે છે. ત્યાં તેઓ લગ્નની અરજ કરે છે.
એવું કહેવાય છે કે, ઈશ્કિયા ગજાનંદ આવનાર ફરિયાદની મનોકામના પૂરી થાય છે. આ જ કારણ છે કે, પ્રત્યેક બુધવારે પ્રેમી યુગલોનું જમાવડો આ મંદિરમાં જોવા મળે છે. આ મંદિર એવી જગ્યાએ બન્યું છે કે, દૂર-દૂર સુધી કોઈને દેખાતું નથી.
મંદિરને લઈને લોકો કહે છે કે, આ મંદિરમાં પૂજારી અને તેમના પરિવારના સભ્યે જમીન ખોદતી વખતી ગણપતિની મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ આ મૂર્તિને પીપળાના ઝાડ નીચે સ્થાપિત કરવામાં આવી હતી. પછી એક મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.