સનાતન ધર્મના પ્રમુખ દેવમાંથી એક ભગવાન શિવનું મંદિર દેશ દુનિયામાં ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ તેમનું નિવાસ તો કૈલાશ છે. ઉત્તરાખંડને દેવભૂમિનું સ્થાન આપામાં આવ્યું છે. જેના પાછળ ઘણાં કારણ છે.
આ સ્થળને આદ્યશક્તિ માને પહાડોવાળી માનું પણ નિવાસ કરવાનું સ્થાન છે. જ્યાં ભગાન શિવ પણ આ પાવન ધરતીમાં નિવાસ કરતા હોવાનું માનવામાં આવે છે. આજે અમે તમતને ભગવાન શંકરના એવા મંદિર વિશે જણાવીશું. જેનો ઉલ્લેખ સ્કંદપુરાણ અને માનસખંજમાં પણ જોવા મળે છે. આ સિવાય અહીં એક ઝરણું છે. જે ભગવાનું અભિષેક કરતું હોવાની માન્યતા છે.
આ મંદિર પુંગેશ્વર મહાદેવનું મંદિર છે. દેવભૂમિના નામથી પ્રસિદ્ધ ઉત્તરાખંડના પિથૌરાગઢ, બેરીનાગ શહેરથી 8 કિલોમીટરની દૂર નાગદેવ ભગવાન શિવનું પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં ભગવાન શિવનું શિવલિંગ સોપારી સ્વરૂપમાં સ્થાપિત છે.
પુંગેશ્વર મંદિરનો ઈતિહાસ…
આ શિવ મંદિરના નિર્માણ કત્યૂરી રાજાઓના શાસનમાં થયું હતું. સ્થાનિક લોકોની માન્યતા અનુસારસ પ્રાચીનકાળમાં આયોજીન થનાર કૈલાસ-માનસરોવર યાત્રાની શરૂઆતમાં યાત્રી આ શિવમંદિરના દર્શન કર્યા બાદ આગળ પ્રસ્થાન કરે છે. જો કે, હવે યાત્રા માર્ગમાં ફેરફાર થતાં આ પરંપરા બંધ થઈ ગઈ છે.
માન્યતા અનુસાર, ભગવાન શિવ પર્વરાજ હિમાલયની પુત્રી માતા પાર્વતી સાથે લગ્ન કરીને તેમના મૂળ નિવાસ સ્થાન કૈલાસ તરફ આવી રહ્યાં છે, ત્યારે શિવ અને મા પાર્વતી આ માર્ગ પરથી પસાર થયા હતા. જ્યાં તેમણે વિશ્રામ દરમિયાન એકબીજાની કલાઈ પર બાંધેલા મીઢળ છોડવાનો પરંપરા પૂર્ણ કરી હતી. તે દરમિયાન સોપારીનો એક દાણો જે સ્થાને પડ્યો હતો, ત્યાં ભગવાન શિવ સોપારી રૂપે સ્થાપિત થયા હતાં. ત્યારબાદ સ્થળ પૂંગી નામથી જાણીતા બનેલા આ સ્થળનું નામ પુંગીશ્વર મહાદેવ પડ્યું. જે આજે પણ પુગેશ્વર નામથી ઓળખાય છે.
સ્કંદપુરાણના માનસખંડમાં આ મંદિરનું નામ પુંગીશ્વર મહાદેવ તરીખે ઉલ્લેખવામાં આવ્યું છે. આ મંદિરના ઉત્તરમાં ગૌરીગંગા નદી વહે છે, જેમાં ઉપસ્થિત ઝરણું ખૂબ સુંદર છે.આ ઝરણું તેના પ્રાકૃતિક સ્વરૂપમાં ઉપસ્થિત છે. આ ઝરણું 150 મીટર કરતાં પણ વધું ઉંચુ છે.
શિવમંદિરનું નિર્માણ કત્યૂરી શૈલીમાં કરવામાં આવ્યું હતું. કત્યૂરી રાજાઓએ મંદિર નિર્માણમ માટે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઓળખ વાસ્તુકલામાં મંદિર ઉપર લાકડાની સુંદર છત્રનુમા સરંચનાની નિર્માણ, શિલાલેખ અને તામ્રપત્રો દ્વારા કરવામાં આવે છે. પુંગેશ્વર મહાદેવ મંદિર, જેના ગર્ભગૃહમાં સોપારીના રૂપમાં શિવલિંગ, પ્રાંગણમાં નંદિ રૂપે વિરાજમાન છે.