ઘણા લોકો એવા હોય છે કે જેને ઉંઘનું નામ પડતાં જ ઉંઘ આવી જાય. અમારો કેવાનો મતલબ એવો છે કે ઘણા લોકો ગાડીમાં બેઠા બેઠા ઉંઘ કરે તો વળી કોઈ ગપ્પા મારતુ મારતું પણ ઉંધી જતુ હોય છે. આ કિસ્સા આપણી આસપાસ રોજબરોજ બનતા હોય છે. આવું મોટા ભાગે ગરમીની સિઝનમાં થતું હોય છે. પણ સોશિયલ મીડિયામાં અત્યારે એક એવો વીડિયો વાઈરલ થયો છે કે જેને જોઈને તમે હસવા પર કંટ્રોલ નહીં કરી શકો.
સોશિયલ મીડિયામાં વાઈલ થયેલો આ વીડિયો ખુબ મજેદાર છે. જે જોઈને તમે હસવા પર મજબૂર થઈ જશો અને વીડિયો શેર કરવા માટે મજબૂર બનશો. આ વીડિયોમાં એક બાળક જમતા જમતા જ સુઈ જવાના મૂડમાં છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે. આ વીડિયો તમને પણ તમારા બાળપણની યાદ અપાવી દેશે.
વીડિયોમાં જોઈ શકાઈ છે કે બાળક હાથમાં જમવાની થાળી લઈને બેઠો છે. જેમાં ભાત છે. આ બાળક બેઠા બેઠા ઝોલા ખાઈ રહ્યો છે. 2-3 વાર તો એવું બન્યુ કે તે પડતા પડતાં બચી જાય છે. પણ અંતે તો ઉંઘ એટલી હાવી થઈ ગઈ કે બાળક જમતા જમતા જ ધડામ કરતો જમીન પર પડી ગયો હતો. જે બાદ બાળકની ઉંઘ ઉડી ગઈ હતી.
આ મેજદાર વીડિયો @ganeshnain નામના એક વ્યક્તિએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે ‘કેવુ બાળપણ હતુ કે જમતા જમતા પણ ઉંઘ આવી જતી હતી’ આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 1700 વાર જોવામાં આવી ચૂક્યો છે. જ્યારે 200થી વધારે લોકોએ આ વીડિયોની પોસ્ટને લાઈક કરી છે. વીડિયો પર લોકો મનોરંજક ટિપ્પણીઓ કરી રહ્યા છે અને તેમના બાળપણના દિવસોને યાદ કરી રહ્યાં છે. શું તમને આ વિડિઓ જોયા પછી તમારા બાળપણના દિવસો યાદ છે?