હિન્દુ પંચાગ મુજબ પ્રત્યેક મહિનાના કૃષ્ણ પક્ષની અંતિમ તારીખે ચંદ્રદેવ દર્શન નથી આપતા તે દિવસે અમાસ કહેવામાં આવે છે. શનિવારના દિવસે જે અમાસ આવી રહી છે તેને શનિ અમાસ પણ કહેવામાં આવે છે. આ વખતે 13 માર્ચે શનિ અમાસ આવી રહી છે. આ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ છે. જેને શનિશ્વરી અમાસ પણ કહેવામાં આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો શનિની સાઢેસાતી, શનિની ઢૈયા અને શનિ સાથે જોડાયેલા અન્ય દોષ દૂર થઈ જાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ ઉપર શનિ સાથે જોડાયેલો દોષ હોય તો તેને કાર્યોમાં બાધા ઉભી થાય છે. તે જે પણ કાર્ય કરે છે તેમાં વિઘ્ન આવે છે. જેથી આજે અમે શનિ અમાસ માટે કેટલા ખાસ ઉપાય બતાવવા જઈ રહ્યાં છીએ. જેનાથી શનિ દોષથી મુક્તિ મળશે.
ક્યારથી ક્યા સુધી છે શનિ અમાસ
ફાગણ મહિના અમાસ આવતી હોવાને લઈને તેને ફાગણ અમાસ પણ કહેવામાં આવે છે. જ્યારે અમાસ શનિવારેના દિવસે આવી રહી હોવાના કારણે શનિ અમાસ પણ કહેવામાં આવે છે. શનિ અમાસની તિથિ 13 માર્ચ 2021ના દિવસ શનિવાર છે. આ અમાસ 12 માર્ચે બપોરે 3.02 મિનિટથી પ્રારંભ થશે અને 3 માર્ચે બપોરે 3.50એ સમાપ્ત થઈ જશે.

શનિ અમાસના ઉપાય
1. શનિ અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી શનિદેવ ઝડપથી ખુશ થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે પીપળના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવજી) વસેલા છે. એવામાં જો તમે શનિશ્વરી અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. અને સાથે જે ઝાડ નજીક સરસવના તેલનો દીવો પ્રગટાવો જોઈએ. જેથી શનિ દોષથી મુક્તિ મળે છે.
2. શનિ અમાસના દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે આ લોકોને ખાવા-પીવાનું દાન કરવું જોઈએ. એવું કરવાથી શનિદેવ ખુશ થાય છે. સાથે જ આ દિવસે શનિનો મંત્ર ઓમ શં શનૈશ્વરાય નમ: નો જાપ કરવો. આ સિવાય શનિચાલીસા પણ વાંચવી જોઈએ. આ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
3. શનિવારના દિવસે શનિદેવ સાથે સાથે બજરંગબલીનો પણ દિવસ માનવામાં આવે છે જેથી આ દિવસે હનુમાનજીની પૂજા અને પાઠ કરવા જોઈએ. આ સાથે જ હનુમાન ચાલીસા વાંચવાથી શનિદેવ ખુશ થાય છે. શનિદોષ દ્વારા ઉત્પન થનાર બાધાઓ પણ હનુમાનજી દૂર કરે છે