
શિક્ષણનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ રહેલું છે. આ બાબત દરેક લોકો જાણે છે. જીવનમાં શિક્ષણ મેળવીને વ્યક્તિ આગળ વધી શકે છે. હાલના સમયમાં શિક્ષણનું મહત્વ ખુબ જ વધી ગયેલું છે. હાલના સમયમાં જ પરીક્ષાનો પરિણામો આવી ગયા છે અને ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષાઓમાં સારા માર્કસ મેળવીને પોતાના પરિવારનું નામ ગૌરવિન્ત કરેલ છે.
આજે આપણે આ લેખમાં આવી જ એક દીકરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની સખત મહેનતથી પોતાના પરિવારનું નામ આખા દેશમાં રોશન કરેલ છે. દેશના સરકારી અને પ્રાઇવેટ મેડિકલ સંસ્થાનોમાં એડમિશન માટે થતી NEET (NEET) ૨૦૨૦ ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કમાં આકાંક્ષા સિંહે પ્રથમ રેન્ક પ્રાપ્ત કરેલ છે. આકાંક્ષા સિંહ એ ૭૨૦ માંથી ૭૨૦ માર્કસ મેળવેલા હતા. એટલે કે તેણે ૧૦૦% માર્કસ પ્રાપ્ત કરેલા હતા. આકાંક્ષા સિંહે અખિલ ભારતીય આયુર્વેદ વિજ્ઞાન સંસ્થાન દિલ્હી થી પ્રેરિત થઈને NEET ની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો.
દિલ્હીની આકાંક્ષા મુળ ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાની રહેવાસી છે. તે જણાવે છે કે પહેલા હું આઠમાં ધોરણ સુધી સિવિલ સર્વિસ (IAS) માં જવાનું વિચારી રહી હતી, પરંતુ દિલ્હી સ્થિત AIIMS માટે પ્રેરણાનો સ્ત્રોત બનેલ છે. નવમાં ધોરણથી મેં તેને પોતાનો સપનું માનીને NEET ની તૈયારી શરૂ કરી દીધી હતી.
આકાંક્ષા સિંહે દસમાં ધોરણ સુધીનો અભ્યાસ પોતાના ગામ કુશીનગરમાં કરેલો હતો. ત્યારબાદ તે ૧૧માં ધોરણ અને ૧૨માં ધોરણ માટે દિલ્હીના પ્રગતિ પબ્લિક સ્કૂલમાં આવી ગઈ હતી. તેના પિતા રાજેન્દ્રકુમાર રાવ એરફોર્સ માંથી સેવા નિવૃત્ત છે. વળી તેની માં રુચિ સિંહ શિક્ષિકા છે. આકાંક્ષા નો ભાઈ અમૃતાંશ ચોથા ધોરણનો વિદ્યાર્થી છે. આકાંક્ષા NEET ૨૦૨૦ ની ઓલ ઇન્ડિયા રેન્કમાં પ્રથમ સ્થાન ઉપર રહેલી હતી.
NEET ની તૈયારી કરવાવાળા લોકો માટે આકાંક્ષાએ કહ્યું હતું કે અસફળતાથી ગભરાવું નહીં, પરંતુ પોતાનું લક્ષ્ય ઊંચું રાખો અને તેના અનુરૂપ તૈયારી કરો. સપનું મોટું હોવાની સાથો સાથ ધગશથી તૈયારી કરવાની જરૂરિયાત છે. ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના અભિનાયકપુર ગામની છે. તે નવમાં અને દસમાં ધોરણમાં NEET ની કોચિંગ માટે દરરોજ ૭૦ કિમી ગોરખપુર જતી હતી. બાદમાં ૧૧માં અને ૧૨માં ધોરણમાં દિલ્હીમાં અભ્યાસ કરેલ અને NEET નો અભ્યાસ કરેલો હતો.
આકાંક્ષાએ સખત મહેનત કરીને NEET ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવીને ઇતિહાસ રચી દીધો છે. આ દીકરીની સિદ્ધિ જોઈને તેનો પરિવાર પણ તેની ઉપર ખુબ જ ગર્વ મહેસુસ કરી રહેલ છે. આકાંક્ષાએ દિવસ રાત મહેનત કરીને NEET ની પરીક્ષામાં સારા માર્કસ મેળવીને પોતાના માતા-પિતા અને પરિવારનું નામ રોશન કરેલ છે.