ભગવાનનો ચમત્કાર ક્યાં અને ક્યારે જોવા મળી જાય તે કોઈ નથી જાણતું. ઈશ્વરે આ સૃષ્ટીનું નિર્માણ કર્યુ છે. દરેક જીવને એક ખાસ વિશેષતા સાથે બનાવ્યો છે. બધા માણસોને એક જ રીતે બનાવવામાં આવ્યા છે. દરેકના બે હાથ, બે પગ, માથું અને મોં હોય છે. દરેક હાથ અને પગમાં પાંચ આંગળીઓ. પરંતુ ભગવાનની આ બનાવટમાં કંઈક અલગ જોવા મળે છે. જેનાથી ઐશ્ચર્ય ઉભું થાય છે.
ઘણાં એવા લોકો છે,જે બે માથા, 3 કાન સાથે જન્મે છે. જે જન્મ વખતે સૌનું પોતાની તરફ ધ્યાન ખેંચે પરંતુ પાછળથી તેમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે કેટલાંક લોકો આને ભગવાનનો ચમત્કાર સમજે છે. આજે અમે તમને આવા જ એક ચમત્કાર વિશે જણાવીશું. જેને જોઈને સૌ કોઈ અચંભિત થઈ રહ્યાં છે.

ખરેખર, ભીવાડી શહેરની એક ખાનગી હોસ્પિટલમાં જન્મેલી એક યુવતી તેના જન્મ સાથેની હેડલાઇન્સમાં આવી ગઈ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કારણ કે, તેને એક કે બે નહીં પણ 33 આંગળીઓ છે. જી હા… તમને જાણીને નવાઈ લાગશે. પરંતુ આ વાત સાચી છે.
આ બાળકીની તસવીર આજકાલ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. ફેસબુક હોય કે વોટ્સએપ કે પછી ઇન્સ્ટા, દરેક જગ્યાએ આ બાળકીની તસવીર બધી જ જગ્યાએ જોવા મળે છે. નવજાતનું કુટુંબ પણ તેને જોઈને હેરાન થઈ ગયા હતા. હોસ્પિટલના કર્મચારીઓ બાળકીની 33 આંગળીઓને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, હાલ, માતા અને બાળક બંને સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ અજીબ-ગરીબ કેસમાં ભિવાડીની એસ.એસ. હોસ્પિટલના ડાયરેક્ટર ડો.રાજેશ યાદવે કહ્યું કે, બુધવારે મહિલાની પ્રસૂતિ થઈ હતી. તેને એક બાળકીને જન્મ આપ્યો હતો. તેને જોતા જ અમે સૌ ચોંકી ગયા હતા. કારણ કે, આ બાળકીના એક હાથમાં 6 આંગળી એક બીજા હાથમાં 7 આંગળીઓ છે. જ્યારે પગમાં 10-10 આંગળીઓ છે. જો કે, હાલ બાળકી અને માતા બંને સ્વસ્થ્ય છે.
તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર રિતિક રોશનના પણ એક હાથમાં છ આંગળીઓ છે. રિતિકના એક હાથમાં બે અંગૂઠા છે. બાળકોના આવા કિસ્સા સામાન્ય છે. જેના લીધે, તેઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.