આજના સમયમાં, ઘણા છોકરાઓ અને છોકરીઓ છે જેઓ તેમના મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા માગે છે. લવ મેરેજમાં બે લોકો પરસ્પર પ્રેમ, સંભાળ, આકર્ષણ અને વચન સાથે જોડાય છે. આપણે બધા જાણીએ છીએ કે, આપણા દેશમાં લવ મેરેજ કરવું કેટલું મુશ્કેલ છે. હાલ પણ ઘણા પરિવારને લોકોને લવ મેરેજ કરવા માટે રાજી કરવા મુશ્કેલ છે. ભલે આજે આપણે મોર્ડન વિચારોની વાત કરતાં પણ આજે ય એવા ઘણાં લોકો છે તે પોતાની રૂઢિવાદી વિચારધારા સાથે જીવે છે.
દરેક કુટુંબમાં ચોક્કસપણે કોઈ એવું હોય છે જ જે લવ મેરેજની વિરુદ્ધ હોય, જો છોકરા અને છોકરીને પ્રેમ કરતાં હોય તો ઘરના સભ્યો તેમના લગ્ન માટે સહમત થતાં નથી. આવી પરિસ્થિતિમાં ઘણી ન બનવાની ઘટના બની જાય છે. વળી કેટલાંક કિસ્સાઓ તો પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. આજે અમે તમને એક એવા જ કેસ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમાં ખુદ પોલીસે પ્રેમી યુગલ સાથે લગ્ન કરાવ્યાં છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ એક પ્રેમી યુગલ માટે મસીહા તરીકે ઉભરી આવી છે. હકીકતમાં, બિધાનુ પોલીસ પ્રેમીજોડાના લગ્નની સાક્ષી છે. પોલીસે પરિણીત દંપતીને માત્ર લગ્ન જ નથી કરાવ્યાં પણ બંનેના પરિવારજનોને પણ લગ્ન માટે સમજાવવાની ખાતરી આપી હતીત. બિધાનુ પોલીસ સ્ટેશનના પ્રભારી, પુરોહિતની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં પ્રેમીયુગલના લગ્ન થયાં હતા.
બિધાનુ પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદકુમાર સિંહના કહેવા મુજબ, 22 વર્ષિય પ્રદીપ કુમાર રામખેડા ગામનો રહેવાસી છે, જે શટરિંગનું કામ કરે છે. પ્રદીપ કુમાર શટરિંગ લગાવવા માટે લગભગ 10 મહિના પહેલા હાજીપુર ગામ ગયો હતો. ત્યારે તેને 21 વર્ષીય રોમી સાથે પ્રેમ થઈ ગયો હતો. લગભગ 4 મહિના પછી, તેમના લગ્નની વાત થઈ, પરંતુ પરિવાર તેમના લગ્નને લી બિલકુલ સહમત નહોતા. આ લગ્ન આંતરજ્ઞાતિય હોવાને કારણે વિરોધ કરવામાં આવ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રેમી યુગલ છુપાઈને એકબીજાને મળતા હતા. આશરે એક અઠવાડિયા પહેલા ઘરેથી ભાગવાનું નક્કી કર્યું હતું અને તે બંને ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ યુવતીના પિતા હોરીલાલ પોલીસ સ્ટેશન ગયા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસને જાણ થતાં જ તેમની શોધખોળ શરૂ કરી હતી. મંગળવારે પોલીસે બંનેને શોધીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
પોલીસને જ્યારે ખબર પડી કે છોકરો અને છોકરી બંને પુખ્ત વયના છે અને તેઓ લગ્ન કરવા માગે છે, ત્યારે પોલીસે લગ્નના તેમના કરાવવાનો નિર્ણયને સ્વીકાર્યો હતો. બાદમાં પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદકુમારસિંહે છોકરા અને યુવતીના પરિવારના સભ્યોને લગ્ન માટે રાજી કરવાનો પ્રયત્ન કર્યો હતો.અંતે તે પરિવારના સભ્યોને સમજાવવામાં સફળ રહ્યા હતા.
મહિલા પોલીસકર્મીઓ યુવતીએ દુલ્હનની જેમ સજાવી હતી બાદમાં બંનેના લગ્ન પણ પોલીસ સ્ટેશનની અંદર પૂરા રીત-રીવાજ પ્રમાણે થયા હતા. ત્યારબાદ આ પ્રેમી જોડાએ પોલીસનું મોં મીઠું કરાવીને સૌનૌ આભાર માન્યો હતો.