એક એવી બિમારી જે કોરોનાથી પણ ભારી છે ભારી 5 મહિનાની બાળકી, એસએમએ-ટાઈપ1ની બીમારીથી પીડાય છેઆ બીમારીના ઈલાજ માટેનું એક ઈન્જેક્શન આવે છે 22 કરોડ 50 લાખ રૂપિયાનું આપણે વાત કરી રહ્યા છીએ, મુંબઈમાં જન્મેલી 5 મહિનાની માસૂમ તીરા કામતની.. આ બાળકીને 13 જાન્યુઆરીએ મુંબઈની એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. કારણ કે, બાળકીએ અચાનક પોતાની માતાનું દૂધ પીવાનું બંધ કરી દીધું હતું.

તપાસ કરતાં ડોક્ટરોને જાણવા મળ્યું કે, તીરાને એસએમએ-ટાઇપ-1 બીમારી થઈ છે. અને આ બીમારી સામે લડવા માટે એક જ ઈન્જેક્શનની જરૂર પડે છે. પરંતુ તે ઈન્જેક્શન સહેલાઈથી મળી શક્તું નથી. કારણ કે, ડોક્ટરે જે ઈન્જેક્શન લખી આપ્યું હતું. તેની કિંમત લાખ- બે લાખ નહીં પરતું 16 કરોડ રૂપિયા છે.. અને તેના પર ટેક્સ ઉમેરતા 22 કરોડ 50 લાખ રૂપિયામાં તે ઈન્જેક્શન તીરા સુધી પહોંચી શકે તેમ હતું.
આ વાત સાંભળતા જ તીરાના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પરંતુ કહેવાય છેને કે, ભગવાનના ઘરે દૈર છે અંધેર નહીં.. અચાનક આ બાળકી માટે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દેવદૂત બન્યા. કારણ કે, તેણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો. અને તેમના પત્રના કારણે 22 કરોડમાં પડતું ઈન્જેક્શન હવે 16 કરોડમાં જ તીરાને મળી જશે.
તીરાના માતાપિતાના સંઘર્ષ વીશે જો વાત કરીએ તો તમારું પણ હૃદય પરિવર્તિત થઈ જશે. જ્યારે તેના માતા-પિતાને જાણ થઈ કે, તેની દીકરીને આટલી મોટી બિમારી છે.. અને તેનો ખર્ચ પણ કરોડોમાં છે તો તેઓ મુંજવણમાં મુકાઈ ગયા.. ત્યાર બાદ તેમણે આટલી મોટી રકમ માટે લોકોની મદદ માગી, આ માટે તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો. અને પોતાની દીકરીના ફોટો સાથે તેની બીમારીમાં મદદની અપીલ કરી. જે બાદ લોકો પણ સામેથી ચાલીને તેની મદદે આવવા લાગ્યા.
આમ, તીરાના માતા-પિતાએ 16 કરોડ તો ભેગા કરી લીધા.પરંતુ બાકીના પૈસા મેળવવા મુશ્કેલ હતા. એવામાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઈન્જેક્શન પર લાગનારા ટેક્સ પર છૂટ મેળવવા માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો હતો. જેના જવાબમાં પ્રધાનમંત્રીએ માનવતાને પ્રાધાન્ય આપતા ઈન્જેક્શન પર લાગનારો 6 કરોડનો ટેક્સ માફ કરી દીધો છે. એટલે કે, હવે આ 5 મહિનાની બાળકીને 22 કરોડનું ઈન્જેક્શન 16 કરોડમાં આપવામાં આવશે.

કઈ બીમારીથી પીડાઈ છે તીરા?
પાંચ મહીનાની તીરાની બિમારી અંગે જો વાત કરવામાં આવે તો.. તીરા સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રૉકી નામની બીમારીથી પીડાય છે. આ બીમારી ન્યૂરો મસ્ક્યૂલર ડિસઑર્ડર છે જેમાં વ્યક્તિની બોડી કમજોર બની જાય છે. માણસ હલી-ચલી શક્તો નથી. માણસનો પોતાની મસલ્સ પર કોઈ કંટ્રોલ નથી રહેતો. આ એક જેનેટિક બીમારી છે, તેવામાં વ્યક્તિની આગલી પેઢીમાં પણ આ બીમારી જોવા મળી શકે છે. આ બીમારીના કારણે હાલ તીરાની પણ એવી જ હાલત છે કે તે સેજપણ હલી શક્તી નથી. જોકે આ બીમારી સમય સાથે વધી શકે છે. અને તેનો કોઈ ઈલાજ નથી. પરંતુ સ્વિટ્ઝર્લેન્ડની એક કંપનીએ તેનું ઈન્જેક્શન તૈયાર કર્યું છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે.
આપણે જે ઈન્જેક્શનની વાત કરી રહ્યા છે તેનું નામ ઝોલજેન્સ્મા છે. આ ઈન્જેક્શનના એક ડોઝથી જ આ બીમારી દૂર થઈ શકે છે. મુંબઈની SRCC હોસ્પિટલમાં ભરતી તીરા માટે આ ઈન્જેક્શન અમેરિકાથી મંગાવવામાં આવશે. ત્યાંથી ભારત આવતા ટેક્સ જોડતા તેની કિંમત 22 કરડો 50 લાખ થાય છે. પરંતુ પ્રધાનમંત્રી મોદીના આદેશ બાદ આ ટેક્સ તીરાના માતા-પિતા પાસેથી નહીં વસુલવામાં આવે.. એટલે કે, પ્રધાનમંત્રી મોદીનો એક નિર્ણય તીરા માટે જીવનદાતા સાબિત થશે. આપણે પણ પ્રાર્થના કરીએ કે, વહેલીતકે તીરા સુધી આ ઈન્જેક્શન પહોંચે અને તીરા વહેલી સાજી થાય.