વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. અનેક દેશોમાં કોરોનાને લઇને કર્ફ્યૂ લગાવ્યો છે. આ વચ્ચે કેનેડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. કર્ફ્યૂમાં એક પત્નીને ક્યુબેર શહેરમાં શ્વાનની જેમ પોતાના પતિને ગળામાં પટ્ટો નાખને તેની સાથે રસ્તા પર ફરતા પકડી લીધી છે. આ ઘટના કેનેડાના ક્યૂબેકમાં શનિવારે રાતે બની હતી.
અહીંયા એક મહિલા કર્ફ્યૂના એક કલાક બાદ પતિના ગળામાં શ્વાનનો પટ્ટો નાખીને તેને શ્વાનની જેમ રસ્તા પર ફરવા નીકળી હતી. આ દરમિયાન અધિકારીઓએ પકડી લીધી હતી. તેને દંડ ફટકાર્યો હતો. કોરોના વાયરસના વધતા કેસોને જોતા પ્રશાસને ક્યૂબેકમાં ચાર વીકનું કર્ફ્યૂ લગાવી દીધુ છું. રાતના 8 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂ છે. જોકે જરૂરી કામ માટે લોકો બહાર જઇ શકશે. તેમાં તેઓ પોતાના પાલતુ જાનવરોને ફેરવી શકે છે.
એક મહિલા કર્ફ્યૂ તોડીને રસ્તા પર ફરી રહી હતી. જ્યારે પોલીસે મહિલાને કર્ફ્યૂ તોડવાનું કારણ પૂછ્યુ તો તેને કહ્યું કે ઘરની આસપાસ એક કિલોમીટર સુધી પોતાના શ્વાન સાથે ફરવા નીકળવાની પરવાનગી આપવામાં આવી છે. પોલીસ મહિલાનો જવાબ સાંભળીને ચોંકી ગઇ હતી. જ્યારે તેમને કહ્યું કે શ્વાન નથી. પરંતુ તેનો પતિ છે. તો તેના પર મહિલાએ હંગામો શરૂ કરી દીધો હતો.
જોકે કપલ પોલીસની કોઇપણ વાત સાંભળવા માટે તૈયાર નથી. જે બાદ પોલીસે બંન્ને પર 1500-1500 ડોલરનો દંડ ફટકાર્યો હતો. જ્યારે મહિલાએ હાલ દંડ આપવાથી પણ ઇનકાર કરી દીધો છે. તમને જણાવી દઇએ કે ક્યૂબેકમાં 2500થી વધારે કોરોના વાયરસના દિવસમાં કેસ સામે આવી રહ્યાં છે. જેના કારણે શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.