સોશિયલ મીડિયા પર અવારનવાર IAS અને IPS અધિકારીઓને લગતા ઘણા રસપ્રદ સમાચાર વાયરલ થતાં રહે છે. આ સ્ટોરીમાં પણ અમે તમને એક જાણીતા મહિલા આઈપીએસ ઓફિસર રૂપા દિવાકર મૌદગિલ વિશે જણાવવાના છે. જે તેના નીડર અને બેબાક અંદાજ માટે ઓળખાય છે.
રૂપા એ જ આઈપીએસ અધિકારી છે. જેમણે મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન ઉમા ભારતીની ધરપકડ કરી હતી. આજે અમે તમને આ સ્ટોરીમાં રૂપા દિવાકર મૌદગીલની કેટલીક રસપ્રદ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

રૂપા દિવાકર મૌદગિલનો જન્મ કર્ણાટકમાં થયો હતો અને પ્રારંભિક અભ્યાસ કર્યા પછી, તેનું લક્ષ્ય IPS અધિકારી બનવાનું હતું. આ માટે તેણે સખત મહેનત કરી હતી અને વર્ષ 2000 ની આઈપીએસ કેડરમાં તેની પસંદગી કરવામાં આવી હતી. રૂપાએ UPSCમાં 43મો રેન્ક મેળવ્યો હતો.
20 વર્ષની કારકિર્દીમાં 40 વાર કરાઈ તેની બદલી
ત્યારબાદ તેમણે સરદાર વલ્લભભાઇ પટેલ પોલીસ એકેડેમી હૈદરાબાદમાં તાલીમ લીધી. આ સમય દરમિયાન તેણે 5 મો રેન્ક મેળવ્યો. તાલીમ પૂરી કર્યા પછી રૂપાને કર્ણાટકના ધરવાડ જિલ્લામાં એસપી પદ મળ્યું. તેની નિમણૂક થયા બાદ, રૂપા હંમેશાં નીડર અધિકારી તરીકે જ ઓળખાઈ છે. કારણ કે, તેેને ક્યારેય કોઈના દબાણમાં કામ કર્યું નથી. આ જ કારણ છે કે, રૂપાની 20 વર્ષની કારકિર્દીમાં 40 વાર બદલી કરવામાં આવી છે.
વર્ષ 2003-04ના એક કેસને કારણે, તેમણે મધ્યપ્રદેશના તત્કાલીન સીએમ ઉમા ભારતીની ધરપકડ કરી હતી અને ત્યારબાદથી તેમની બદલીનો તબક્કો શરૂ થયો હતો, જે હજુ પણ ચાલુ છે. એવું કહેવામાં આવે છે કે રૂપા દિવાકર મૌદગિલ જે પણ જિલ્લામાં નિયુક્ત થાય છે તે ભ્રષ્ટ લોકોનો પર્દાફાશ કરીને જ સત્તા સંભાળે છે.

હું હંમેશાથી ટ્રાન્સફર માટે તૈયાર રહું છું – ડી રૂપા
તેની બદલી વિશે રૂપા કહે છે કે, મને ટ્રાન્સફર કરવામાં વાંધો નથી. કારણ કે, હું જાણું છું કે જ્યારે પણ હું ખોટી કાર્યવાહી સામે અવાજ ઉઠાવું છું ત્યારે મારું ટ્રાન્સફર થઈ જાય છે. આગળ વાત કરતાં તે કહે છે છે, તેના કાર્યકાળથી બમણી વખત તેનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, જ્યારે તમે આઈએએસ અને આઈપીએસ અધિકારી તરીકે કાર્યરત છો ત્યારે તમારે બઘી બાબતે લઈને માનસિક રીતે તૈયાર રહેવું પડે છે. તેમનું માનવું છે કે, જ્યારે કોઈ અધિકારી ભ્રષ્ટાચાર સામે લડે છે, ત્યારે જોખમોમાંથી પસાર થવું હિતાવહ છે. જો કે, રૂપાએ જે કામ કર્યું છે તેની માટે તેનું બે વાર ટ્રાન્સફર કરાયું હતું.
તમને જણાવી દઇએ કે રૂપા દિવાકર મૌદગિલને આઈ.એ.એસ.ના પદ પર કામ કરવાની તક મળી હતી. જો કે, રૂપા નાનપણથી જ આઈપીએસ અધિકારી બનવાની ઇચ્છતી હતી, તેથી તેણે આઈપીએસ પદ પસંદ કર્યું હતું.
રૂપા એક ઉત્તમ પોલીસ અધિકારી હોવા ઉપરાંત બીજી ઘણી કળાઓમાં પણ નિપુણ છે. તેમને ભારત નાટ્યમ ડાન્સની સાથે ગાવાનો પણ ખૂબ શોખ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેમણે કન્નડ ફિલ્મ બાયલાટડા ભીમ અન્નામાં પણ એક ગીત ગાયું છે.
રૂપા એક શાર્પ શૂટર પણ છે, જેના કારણે તેમને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમને 2 વખત રાષ્ટ્રપતિના હાથથી પોલીસ મેડલ પણ મળ્યો છે. રૂપા દિવાકર મૌદગીલે વર્ષ 2003 માં આઈએએસ અધિકારી મુનિષ મુદગિલ સાથે લગ્ન કર્યા હતા.