જો કોઈ વ્યક્તિ પોતાનું જીવન સુધારવા માંગે છે, તો તેણે આચાર્ય ચાણક્ય દ્વારા કહેલી બાબતોને તેમના જીવનમાં અમલમાં મૂકવી જોઈએ. આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવી છે. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, ધનની દેવી મા લક્ષ્મીની કૃપા દરેક લોકો પર હોતી નથી. જી હા. મા લક્ષ્મી અમુક પ્રકારના લોકોને જ પોતાનો આશીર્વાદ આપે છે. એટલે તમારે ભૂલથી પણ મા લક્ષ્મીને નિરાશ કરવા જોઈએ નહીં,..
આચાર્ય ચાણક્ય અનુસાર, લક્ષ્મી તે વ્યક્તિને તેના આશીર્વાદ આપે છે જેમને માનવ કલ્યાણની ભાવના છે. જે કોઈનું ક્યારેય ખરાબ ન વિચારતું હોય. આવા લોકોને માતા લક્ષ્મી ક્યારેય પૈસાની અછત પર પડવા દેતી નથી અને ધનની દેવી લક્ષ્મીજી માનવ સુખ, સમૃદ્ધિમાં વધારો કરે છે. જો તમે પૌરાણિક માન્યતાઓમાં વિશ્વાસ કરો છો, તો તમને ખબર હશે કે, શિસ્ત અને સ્વચ્છતા બંને લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેમજ મા લક્ષ્મી ક્યારેય પણ અસ્વચ્છ જગ્યાએ વાસ કરતી નથી. આ ઉપરાંત જે લોકો બીજા વિશે હકારાત્મક વિચારો ધરાવે છે, સ્વચ્છ રહે છે, લોભી વૃત્તિઓથી દૂર રહે છે. તે લોકોને ક્યારેય જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. કારણ કે, આ લોકો પર મા લક્ષ્મીના આશીર્વાદ રહે છે.
માતા લક્ષ્મી આવા લોકોથી ગુસ્સે રહે છે…
હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીનું આગવું સ્થાન છે. જે વ્યક્તિ માતા લક્ષ્મી દ્વારા આશીર્વાદ મેળવે છે. તેનું ઘર હંમેશા સુખ-સમૃદ્ધિથી ભરપૂર રહે છે. એવું કહેવાયછે કે, માતા લક્ષ્મી મનથી સાફ વ્યક્તિઓ પર પ્રસન્ન થાય છે. ભોળા મનના લોકો કોઈ પણ વ્યક્તિનું ખરાબ ક્યારેય નથી ઇચ્છતા. કારણ કે આવા લોકો ક્યારેય પણ અન્ય લોકોનું અહિત કરવાનું વિચારતા નથી. એટલે તેઓ મા લક્ષ્મીના આશીર્વાદ મેળવે છે. જ્યારે ઈર્ષાળું અને મનથી નબળા લોકોથી મા લક્ષ્મીજી દૂર રહે છે. તે ક્યારેય પણ આવા લોકોના ઘરે જવાનું પસંદ કરતાં નથી. એટલે જો કોઈ જીવનમાં મા લક્ષ્મીની કૃપા ઇચ્છે છે, તો તેણે આ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને ક્યારેય પણ કોઈનું અપમાન કે અવમાન કરવું જોઈએ નહીં,
સંપત્તિનો ક્યારેય અંહકાર કરવો નહીં…
જ્ઞાન, સંપત્તિ હોય કે સુંદરતા, દરેક પ્રકારનો ઘમંડ મનુષ્ય માટે નુકસાનકારક છે. દરેક વ્યક્તિ જાણે છે કે, લક્ષ્મીજીનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે. એટલે જો પૈસા આવે ત્યારે તમને થોડો અહંકાર આવે છે, જે તમારા વિનાશનું કારણ બની શકે છે.