આજે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ શ્રી હરિકોટાથી પીએસએલવી-સી 51 (PSLV- C51)દ્વારા 19 ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા છે. જેમાં બ્રાઝિલ પણ દેશનો ઉપગ્રહ છે. જેને એમેઝોનિયા -1 નામ આપવામાં આવ્યું છે. આ સિવાય ઇસરોએ પીએસએલવી-સી 51 રોકેટ અને અવકાશમાં ભગવદ ગીતા સાથે પીએમ નરેન્દ્ર મોદીની તસવીર મોકલી છે. ત્યારે, ઘણા લોકોના મનમાં આ સવાલ ઉભો થયો છે કે ,ઇસરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવદ્ ગીતાની તસવીર કેમ જગ્યા પર મોકલવામાં આવી છે.
#WATCH ISRO’s PSLV-C51 carrying Amazonia-1 and 18 other satellites lifts off from Satish Dhawan Space Centre, Sriharikota pic.twitter.com/jtyQUYi1O0
— ANI (@ANI) February 28, 2021
સતિષ ધવન સેટેલાઇટની ટોચની પેનલ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર છે અને વડા પ્રધાનના તસવીર સાથે ‘આત્મનિર્ભર મિશન’ લખ્યું છે. આ ઉપગ્રહ સ્પેરો કિડ્સ ઈન્ડિયા દ્વારા ઇસરો માટે વિકસિત કર્યું છે. જે સ્પેસ કિડ્સ ઇન્ડિયા આ સેટેલાઇટ દ્વારા અવકાશમાં રેડિયેશન અંગે સંશોધન કરશે. વડા પ્રધાનની આત્મનિર્ભર પહેલ અંતર્ગત આ પગલું લેવામાં આવ્યું છે. તેથી આ સેટેલાઇટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર મોકલવામાં આવી છે.
ભગવગીતાને પણ આ ઉપગ્રહ સાથે અવકાશમાં મોકલવામાં આવી છે. ભગવદ્ ગીતાને અવકાશમાં લઈ જવાનું સૂચન સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સીઈઓ ડો.મિસિઝ કેસન દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે તેમના આ નિર્ણય પાછળનું કારણ સમજાવતા અને કહ્યું કે, વિશ્વના અન્ય અંતરિક્ષ મિશનમાં – બાઇબલ જેવા પવિત્ર પુસ્તકો મોકલાયા છે. તો પછી ભારત કેમ પાછળ રહે? તેથી, આપણે ભાગવત ગીતાને અવકાશમાં લઈ જવાનું પણ વિચાર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતનું આ વર્ષ 2021નું પ્રથમ અવકાશ મિશન છે. જે સફળ રહ્યું છે અને આ મિશન અંતર્ગત 637 કિલો વજનવાળા એમેઝોનિયા -1 ને પણ અવકાશમાં મોકલવામાં આવ્યું છે. જે બ્રાઝિલનો પ્રથમ ઉપગ્રહ છે, જે ભારતથી લોન્ચ કરવામાં આવ્યો છે. એમેઝોનીયા -1 ની સહાયથી એમેઝોન ક્ષેત્રના જંગલો પર નજર રાખી શકાય છે.