ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી ભારે તબાહી થઈ છે. રેણી ગામ નજીક ગ્લેશિયર તૂટ્યુ છે. જેમાં ઘણાં ગામવાસીઓના ઘરોને નુકસાન થયું છે. ગ્લેશિયર ધૌલી નદીના કાંઠે વહી રહ્યું છે. તેમાં 50 લોકો વહી જાય તેવી સંભાવના છે. આઈટીબીપીના 200થી જવાન બચાવ કાર્યમાં જોડાય ગયાં છે. ચમોલી જિલ્લાના રેણી ગામ ઉપરવાળી ગલીથી ગ્લેશિયર તૂટી ગયું છે જેના કારણે અહી પાવર પ્રોજેક્ટ ઋષિ ગંગાને ભારે નુકસાન થયું છે.આ પ્રાજેક્ટ પર કામ કરી રહેલા લગભગ 40થી 50 મજૂરોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે. SDRGની 10 ટીમો પણ પહોચી છે. હરિદ્વાર, ઋષિકેષ અને શ્રીનગરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ધૌલીગંગા ગ્લેશિયરની તબાહી સાથે તપોવનમાં બૈરાજને પણ ભારે નુકસાનની સૂચના મળી રહી છે. અત્યારસુધી સ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ નહી થઈ શકે કે આ તબાહીમાં કેટલું નુકસાન થયું છે. આ ઘટનામાં જાનમાલને મોટી સંખ્યામાં નુકસાન થવાની આશંકા છે. આ ઘટના સવારે આઠથી નવ વચ્ચેની છે. આ ઘટનાને લઈને પ્રસાસન એલર્ટ થઈ ચૂક્યું છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોચી ગઈ છે.
લોકોને સુરક્ષિત જગ્યા પર જવાની અપીલ
ચમોલીના જિલ્લા અધિકારીએ અધિકારઓને ધૌલીગંગા નદીના કાંઠે વસેલા ગામવાસીઓને બહાર નીકળવાની સૂચના આપી છે. જિલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળ પર જવા રવાના થઈ ગયાં છે. ચમોલી પોલીસએ લોકોને એલર્ટ કર્યા છે. પોલીસે કહ્યું કે જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે તપોવન રેણી વિસ્તારમાં ગ્લેશિયર આવવાના કારણ ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણું નુકસાન પહોચ્યું છે. આથી નદીનું જળ સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે અલકનંદા નદી કાંઠે રહેતા લોકોથી અપીલ છે, જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યા પર જતા રહે.
સીએમએ બચાવ કાર્યનો આપ્યો નિર્દેશ
આ વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું, ચમોલી જિલ્લાથી એક હોનારતની સૂચના મળી છે. જિલ્લા વહીવટી, પોલીસ અને હોનરત સંચાલન વિભાગને પરિસ્થિતિને પહોંચી વળવા સુચના આપવામાં આવી છે. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપો. સરકાર તમામ જરૂરી પગલા ઉઠાવી રહી છે.
સીએમએ જાહેર કર્યો સંપર્ક નંબર
મુખ્યમંત્રી ત્રિવેંદ્ર રાવે ટ્વિટ કર્યું જો તમે પ્રભાવિત વિસ્તારમાં ફેસાયેલા છે, તમારે કોઈ પ્રકારની મદદની જરૂર છે તો આપત્તિ સંચાલન કેન્દ્ર નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરો. કૃપા કરીને ઘટના વિશે જૂનો વીડિયોથી અફવાહ ન ફેલાઓ.