એક એવો ભારતીય અરબપતિ જેની કંપની વેંચાઈ રહી છે માત્ર 74 રૂપિયામાં, જાણો આખરે કારણ શું છે?
એક એવો ભારતીય અરબપતિ જેની કંપની વેંચાઈ રહી છે માત્ર 74 રૂપિયામાં, જાણો આખરે કારણ શું છે?

એક એવો ભારતીય અરબપતિ જેની કંપની વેંચાઈ રહી છે માત્ર 74 રૂપિયામાં, જાણો આખરે કારણ શું છે?

જિંદગીમાં નાના મોટા ઉતાર ચડાવ તો આવ્યાં જ કરે છે. આપણે સફળતાના શિખર સર કરવા માટે ખુબ મુશ્કેલીથી આપણે આપણી મંજિલ મેળવીએ છીએ. પણ એક જ ક્ષણમાં આ ઉંચાઈ પરથી નીચે પડી જવાઈ છે. આપણે આપણી આસપાસ એવા ઘણા લોકોને જોયા હશે કે તેઓ ખુબ મહેનત કરી સફળતા મેળવતા હોય છે. પણ ક્ષણિકમાંજ ઘણી વખત આપણી મહેનત પર પાણી ફરી વળે છે.

આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ કે જે એક સમયે ભારતના અમીર લોકોમાં તેનું નામ સામેલ છે. તેની ગણતરતી કેટલાક અરબપતિઓમાં કરવામાં આવતી હતી. પરંતુ એકાએક પવનની એક લહેર આવી જતા આ અરબપતિએ પોતાની સંપત્તિને એક ડોલરમાં વેંચવી પડી હતી. એવા તમે વિચારી રહ્યાં હશો કે આ કોના વિશે વાત કરવામાં આવે છે.

તમને જણાવી દયે કે આપણે વાત કરી રહ્યાં છીએ બી.આર.સેટ્ટીની. બીઆર શેટ્ટી યૂનાઈટેડ સ્ટેટ અરબ અમીરાતથી પોતાનો વ્યવસાય સંભાળે છે. તેની કંપની ફિનાબ્લર પીએલસી આ સમયે માત્ર 1 ડોલરમાં વેંચાઈ રહી છે. જે કંપનીની કિંમત એક સમયે દોઢ બિલિયન પાઉન્ડમાં હતી. પણ હવે તે ખુબ સસ્તા ભાવમાં વેચાવા જઈ રહી છે. હવે વિચારવાની વાત એ છે કે એક ડોલર એટલે કે માત્ર 74 રૂપિયામાં જ કેમ કંપની વેંચવી પડી રહી છે.

તો તમને જણાવી દયે કે બી.આર.શેટ્ટીના સિતારા ગયા વર્ષથી ડુબવા લાગ્યા હતા. તેના પર અરબો ડોલરનું કર્જ હતું. જ્યારે ભારત અને યુએઈની સરકારો દ્વારા ફરજીના ઘણા કેસ પણ દાખલ કર્યા હતા. શેટ્ટીના ફાઈનાન્સ સાથે જોડાયેલી કંપની ફિનાબ્લરએ ગ્લોબલ ફિનટેક ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ સાથે સમજુતી કરી લીધી હતી. ગ્લોબલ ફિનટેકને બી.આર.શેટ્ટીની કંપની તમામ સંપત્તિ વેંચવા જઈ રહી છે.

બી.આર.શેટ્ટીએ પોતાના કરિયરની શરૂઆત 70ના દશકમાં મેડિકલ રિપ્રેઝેંટેટિવ તરીકે શરૂઆત કરી હતી. 1970માં તેને પહેલી વખત ભારતમાં એનએમસી હેલ્થની શરૂઆત કરી હતી. જે બાદ આ કંપની દેશની પહેલી એવી કંપની બની ગઈ હતી. જે લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકી હતી. 70ના દશકમાં જ અમેરિકી ડોલર અને યુનાઈટેડ અરબ અમીરાત પહોંચી ગયા હતા. ત્યાં તેને UAE એક્સચેન્જ, યૂકેની એક્સચેંજ કંપની ટ્રેવલેક્સ અને ઘણી નાના નાના પેમેન્ટ સોલુંશનસ પ્રોવાઈડર્સ અને શેટ્ટીની ફિનાબ્લર સાથે મળીને 2018માં સાર્વજનિક થઈ હતી. જ્યાં તેને હોસ્પિટેલિટી, ફારમાસ્યૂટિકલ ઉત્પાદન કરનાર કંપની અને રિયલ સ્ટેટમાં કામ શરૂ કર્યું હતું અને સફળતા મેળવી હતી.

એક રિપોર્ટ બાદ બદલાઈ હતી કિસ્મત
બી.આર.શેટ્ટીને મડ્ડી વાટર રિસર્ચના ફાઉન્ડર અને શોર્ટ સેલર કારસન બ્લોકએ એક હેલ્થ સેક્ટરથી જોડાયેલો એક રિપોર્ટ પ્રકાશિતકર્યો હતો. આ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું હતું કે શટ્ટીની કંપની એનએમસી હેલ્થ પર સંપત્તિને ફરજી બતાવવામાં આવી છે. આ સાથે જ આ કંપનીએ ઘણી સંપત્તની ચોરી પણ કરી છે. આ રિપોર્ટની અસર એ થઈ કે આ કંપનીને લંડન સ્ટોક એક્સચેન્જમાંથી હટાવી દેવામાં આવી હતી. અહિંયાથી હટ્યા બાદ થોડા જ દિવસો બાદ કંપનીએ જણાવ્યું કે તેના પર 5 અરબ ડોલરનું કર્જ છે.74

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *