એક જ પરિવારના 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત, પોરબંદર-સોમનાથ હાઇવે પર કાર મારી પલ્ટીન, હજુ બે યુવાન ગંભીર
એક જ પરિવારના 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત,  પોરબંદર-સોમનાથ હાઇવે પર કાર મારી પલ્ટીન, હજુ બે યુવાન ગંભીર

એક જ પરિવારના 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત, પોરબંદર-સોમનાથ હાઇવે પર કાર મારી પલ્ટીન, હજુ બે યુવાન ગંભીર

અત્યારે ઘટીવારમાં શુંનું શું થઈ જાય છે તેની કોઈ કલ્પના પણ નથી કરી શક્તો. ઘડીવારમાં કોઈ કરોડો પતિ બની જાય છે તો કોઈનો ઘડીવારમાં વંશ ઉજળી જાય છે. આવી જ દુર્ઘટના પોરબંદર-સોમનાથ હાઈવ પર ઘટી છે. જ્યાં શુક્રવારે નરવાઇ માતાજીના મંદિર નજીક ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ યુવાનના ઘટના સ્થળ પર જ મોત થયાં હતા. જ્યારે અન્ય બે યુવાનો દંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, પાંચ જેટલા યુવાનો ખંભાળિયાના ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામે રહેતા પાંચ યુવાન માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર એકાએક કાર પલટી મારી ડિવાઇડર સાથે ટકરાઇ હતી. આ અકસ્‍માતમાં કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયા નામના ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે જ મૃત્‍યુ નીપજ્યા હતાં.

એક જ પરિવારના ત્રણ યુવાનનાં મોત.

ઘાટલ યુવાનોમાંથી એકની હાલત ગંભીર
મળતી માહિતી પ્રમાણે, એક્સિડન્ટ થયા બાજ ઘાયલોને તાત્કાલીક 108ની મદદથી સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાજુ ચંદ્રાવાડિયા નામના યુવાનની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં નરવાઇ માતાજી મંદિર નજીકના ધંધાર્થીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોની મદદ કરી હતી. પરંતુ આ દુર્ઘટનામાં ખંભાળિયાના ખજૂરિયા ગામના ચંદ્રવાડિયા પરિવારના 3 સંતાનો એક સાથે મૃત્યુને ભેટ્યા છે.

કાર પલટી ગયા બાદ ડિવાઈડર સાથે અથડાઈ.