દરેક વ્યક્તિ રાતોરાત અમીર બનવાનું સપનું જુએ છે. કેટલું સારું લાગે કે, જ્યારે આપણે સવારે ઉઠીએ અને અચાનક કરોડપતિ બનવાના સારા સમાચાર મળે નઈ. તમને થશે આ બધી વાત કાલ્પનિક છે માત્ર વિચારમાં જ સારી લાગે. પણ આવું જ કંઈક પંજાબના અમૃતસરમાં રહેતા ગૃહિણી સાથે થયું છે. તે રાતોરાત કરોડપતિ બની ગઈ. આવો જાણીએ શું આખો મામલો જાણો
1 કરોડ ઇનામમાં જીત્યાં
પંજાબના અમૃતસર શહેરમાં રહેતી રેણુ ચૌહાણ ગૃહિણી છે. થોડા દિવસો પહેલા તેણે 100 રૂપિયામાં લોટરીની ટિકિટ ખરીદી હતી. પંજાબ લોટરીના પરિણામ પર આવતા ખબર પડી કે, તેઓએ લોટરીમાં પહેલું ઇનામ જીત્યું છે. આ ઇનામ પણ ઓછું નહોતું, પણ આખા 1 કરોડ (ઇનામ મની) રૂપિયા હતા. ગૃહિણી રેનુ ચૌહાણ અચાનક કરોડપતિ બનવાથી ખૂબ ખુશ થઈ હતી. અને તેને ભગવાનનો આશીર્વાદ માન્યા હતા છે.
રેણુનું ભાગ્ય બદલાઈ ગયું
એક એએનઆઈના અહેવાલ મુજબ રેનુ ચૌહાણ પંજાબના અમૃતસરના લોરેન્સ રોડ પાસે રહે છે. તેનો પતિ કપડાની દુકાન ચલાવે છે અને તેનો પરિવાર મધ્ય વર્ગીય છે. રેનુ કહે છે કે, જીતેલી રકમથી તે પોતાનું જીવન સરળ બનાવી શકશે. તેણે આ લોટરી ટિકિટ માત્ર 100 રૂપિયામાં ખરીદી હતી.
1 કરોડ રૂપિયા ટૂંક સમયમાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે
પંજાબ રાજ્ય લોટરી વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દર મહિને બહાર પાડવામાં આવતા પંજાબ સ્ટેટ ડિયર 100 પ્લસ લોટરી ડ્રો આ વખતે 11 ફેબ્રુઆરી 2021 ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ટિકિટ નંબર ડી -12228 પર પ્રથમ ઇનામ બહાર આવ્યું છે. તેણે કહ્યું કે ઇનામની રકમ મેળવવા માટે રેણુએ તેની લોટરી ટિકિટ અને તમામ દસ્તાવેજો જમા કરાવ્યા છે. ટૂંક સમયમાં ઇનામની રકમ તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.