ભારતમાં અનેક પ્રાચીન મંદિર છે જેની સાથે લોકોની આસ્થા અને વિશ્વાસ જોડાયેલો છે. એટલું જ નહીં ભારત સિવાય પણ વિદેશોમાં પણ અનેક એવા મંદિરો છે જેને જોઈને શ્રદ્ધાળુઓની આંખો ખુલ્લી રહી જાય છે.
ભારત એક રાષ્ટ્ર હોલા છતાં આપણે ત્યાં અનેક પ્રકારની પરંપરા છે. આપણા દેશમાં અનેક એવા મંદિરો પણ છે જેની માન્યતાઓ પણ ખુબ અલગ-અલગ છે. આવું જ એક અનોખું મંદિર દેશના દિલમાં આવેલું છે. જ્યાં પ્રસાદના રૂપમાં લાડુ અને પેંડા નહીં પરંતું સોના-ચાંદીના સિક્કા આપવામાં આવે છે.
આ મંદિર મધ્યપ્રદેશના રતલામના માણકમાં આવેલું છે. આ મંદિરનું નામ મહાલક્ષ્મી મંદિર છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, અહીંના કપાટ માત્ર ધતેરસના દિવસે જ ખુલે છે. આ મંદિરમાં શ્રદ્ધાળું માત્ર મહાલક્ષ્મીના જ નહીં પરંતુ કુબેર મહારાજની પૂજા કરવા માટે પણ આવે છે. ધનતેરસના દિવસે બ્રહ્મમુહૂર્તમાં ખુલનાર આ મંદિરના કપાટ ભાઈ-બીજના દિવસે બંધ કરવામાં આવે છે.

ધનતેરસના દિવસે વિધિ-વિધાનથી માઁ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. રતલામ જ નહીં તેની આપસાપના લોકોની પણ માન્યતા છે કે, મહાલક્ષ્મી મંદિરમાં શ્રૃંગાર માટે લાવવામાં આવતા આભૂષણ અને ધનથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. વર્ષ પુરું થતા ઘરમાં ઘન બે ગણું થઈ જાય છે.
મહાલક્ષ્મી મંદિરની સજાવટ ધનતેરસના આઠ દિવસ પહેલાથી જ પ્રારંભ કરી દેવામાં આવે છે. આ દરમિયાન અહીં લોકો સોના અને ચાંદીના સિક્કા પણ મોટી સંખ્યામાં લઈને આવે છે.
માઁ લક્ષ્મી મંદિરમાં શ્રદ્ધાળુ સોના-ચાંદીના દાગીનાની સાથે-સાથે પૈસાના બંડલો પણ લઈને પહોંચે છે. આ દરમિયાન તેની એન્ટ્રી મંદિર ટ્રસ્ટ દ્વારા કરીને ટોકન આપવામાં આવે છે. ત્યાર બાદ તમામ આભૂષણો અને નોટોના બંડલો મંદિરમાં બિરાજમાન મહાલક્ષ્મી દેવીને સમર્પિત કરી દેવામાં આવે છે.
ત્યાર બાદ તમામ ટોકનો દ્વારા જ શ્રદ્ધાળુઓને પરત કરી દેવામાં આવે છે. પરંતુ ધનતેરસ પહેલા આખા મંદિરને સંપૂર્ણ રીતે સોના અને ચાંદીના દાગીનાથી સજાવવામાં આવે છે. માઁ લક્ષ્મીના આ મંદિરમાં સોના-ચાંદી અને નોટોના બંડલ્લો ચડાવવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે.
અહીં આવનાર લોકો અને શ્રદ્ધાળુઓ માતાના ચરણોમાં જે પણ સોનાના દાગીના અને પૈસા અર્પણ કરે છે, તેને ત્યાર બાદ ભક્તોને પ્રસાદના રૂપમાં આપી દેવામાં આવે છે. આ સિવાય શ્રદ્ધાળુઓની શ્રીયંત્રએ સિક્કા, કૌડિઓ અને અક્ષત કુમકુમ લાગેલી કુબેર પોટલી પણ પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે.
મંદિરનું ઈતિહાસ
મહાલક્ષ્મી મંદિરના ઈતિહાસને લઈને પણ અનેક માન્યતાઓ છે. એક એવી પણ માન્યતા છે કે, રતલામ શહેર પર રાજ કરનારા રાજાના સ્વપ્નામાં મહાલક્ષ્મી માતા આવ્યા હતા. જે બાદ તેમણે જ અહીં પરંપરા પ્રારંભ કરી હતી. જે આજે પણ અહીં ચાલું છે.આ મંદિરની અનોખી પરંપરાના કારણે આ દેશનું આ એક માત્ર અને પહેલું એવું મંદિર છે જ્યાં ધનની દેવી પ્રસાદના રૂપમાં સોના-ચાંદીના દાગીના અને પૈસા આપે છે.
જો તમે માઁ લક્ષ્મીને માનતા હોય તો ચોક્કસથી “જય માઁ લક્ષ્મી” લખી, લાઈક અને શેર જરૂર કરજો. માઁ લક્ષ્મી તમારા ઘરમાં પણ ક્યારેય પૈસાની ઘટ નહીં આવવા દે.