સોનાનું નામ પડતાં જ લોકોના મનમાં સોનાનો ભાવ પહેલા યાદ આવી જાય. કારણ કે સોનાનો ભાવ અત્યારે આસમાને પહોંચી ગયો છે. આજના જમાનામાં લોકો ગોલ્ડ અથવા પ્રોપર્ટીમાં વધુ ઈન્વેસ્ટ કરી રહ્યાં છે. તેમાં પણ સોનામાં લોકો વધુ પ્રમાણમાં રોકાણ કરે છે. પણ ત્યારે સોનાનો એક પહાળ ચર્ચાનો વિષય બન્યો છે. આ સોનાનો પહાળ મળ્યો છે આફ્રીકાના કાંગા દેશમાંથી. આ ગરીબ દેશમાંથી અચાનક સોનાનો પહાળ મળ્યો છે. જે ઘટના અત્યારે ખુબ જોરશોરથી ફેલાઈ છે. જે માટે આ પહાળનું ખોદકામ કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે.

લોકો હથિયાર લઈને પહાળ ખોદવા નીકળ્યાં
આફ્રિકાના કાંગો દેશમાં અચાનક લોકોને સોનાનો પહાળ મળી આવ્યો હતો. જેવી જ આ ઘટનાની જાણ થઈ કે આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા હતા અને લોકો જે હાથમાં આવે તે હથિયાર અને વાસણ લઈને પહાળ પાસે પહોંચી ગયા હતા. આસપાસના લોકો કુહાળી અને હથોળી લઈને ખોદકામ કરવા માટે પહોંચી ગયા છે.

લોકો પહાડની માટીની લૂંટ કરતા જોવા મળ્યાં
લોકોને જેવી જાણ થઈ કે આ પહાળ સોનાનો છે તો લોકો હથિયારો અને વાસણ લઈને દોડી ગયા હતા. કોઈના હાથમાં કુહાળી તો કોઈના હાથમાં હથોડી જોવા હથિયાર જોવા મળ્યાં હતા. બધા લોકો આ પહાડ પરથી વધુમાં વધુ સોનું એકઠું કરવા માંગે છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં લોકો પહાડની માટીની લૂંટ કરતા જોવા મળ્યાં હતા. જેના હાથમાં કુહાળી નથી મળી તેઓ હાથેથી પહાળની માટી ખોદતા જોવા મળ્યાં હતાં.
સરકારે ખોદકામ પર રોક લગાવી
લોકો પહાળની માટી લઈને પોતાના ઘરે ભાગતા જોવા મળ્યાં હતા. જેવું જ માટીમાં પાણી નાખવામાં આવે કે તેમાં સોનાના કણ બહાર આવે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો વધુમાં વધુ માટી એકઠી કરી રહ્યાં છે. જાણકારી માટે જણાવી દયે કે સરકારે હાલ તો આ વિસ્તારમાં સિક્યુરિટી ટાઈટ કરી દીધી છે. આ સાથે જ અહીંયા ખોદકામ પર પણ રોક લગાવી દીધી છે.

અહીંયાથી મળે છે કિંમતી સામાન
જો કે હજુ સુધી એ જાણકારી મળી નથી કે આ માટીમાંથી જે કણ નીકળી રહ્યાં છે તે સોનાના છે કે નહીં. પણ આ સોનાના પહાળની વાત આ વિસ્તારમાં તેજીથી ફેલાઈ ગઈ છે. જણાવી દયે કે આફ્રીકાના ગરીબ દેશોમાં સામેલ છે કાંગો. જ્યાં ઘણા પહાળો આવેલા છે. જેમાંથી ઘણી વખત કિંમતી સામાન પણ મળે છે.
I have read your article carefully and I agree with you very much. This has provided a great help for my thesis writing, and I will seriously improve it. However, I don’t know much about a certain place. Can you help me?