કચ્છના રાજાએ ખરીદી 1 કરોડની ઈલેક્ટ્રીક કાર.. જુઓ કેવી છે ગુજરાતની પહેલી મોંઘેરી કાર
કચ્છના રાજાએ ખરીદી 1 કરોડની ઈલેક્ટ્રીક કાર.. જુઓ કેવી છે ગુજરાતની પહેલી મોંઘેરી કાર

કચ્છના રાજાએ ખરીદી 1 કરોડની ઈલેક્ટ્રીક કાર.. જુઓ કેવી છે ગુજરાતની પહેલી મોંઘેરી કાર

આપણે જાણીએ છીએ કે, હાલના સમયે પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાની પાર પહોંચી ગયા છે. જેના કારણે લોકોના ખિસ્સાનું ભારણ વધ્યું છે. અને લોકો મોંઘવારીના માર સામે પોતાની બચત માટે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. ગુજરાતમાં પણ ધીમે ધીમે ઇલેક્ટ્રિક કાર અને બાઈકને લોકો પસંદ કરી રહ્યા છે. ગુજરાતના કચ્છમાં રાજવી પરિવારે એક કરોડ રૂપિયાની લક્ઝરિયસ ઇલેક્ટ્રિક કારની ખરીદી કરવામાં આવી છે. કચ્છના રાજવી પરિવાર દ્ધારા ગુજરાતની પ્રથમ એક કરોડ રૂપિયાની ઇલેક્ટ્રિક કારની ખરીદી કરવામાં આવી હતી.

જર્મનીની કંપનીને આપ્યો હતો ઓર્ડર
કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા હંમેશાં પર્યાવરણને જાળવી રાખવા અને બચાવવા માટે પ્રયત્નો કરતા હતા. આધુનિક યુગમાં વાહનોથી પ્રદૂષણનો ફેલાવો થતાં પર્યાવરણને ખુબ નુકસાન પહોંચી રહ્યું છે, જેથી તેમણે પોતાની હયાતીમાં પ્રદૂષણમુક્ત કાર માટે જર્મનીની કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝને ઇલેક્ટ્રિક કારનો ઓર્ડર આપ્યો હતો. અને અંતે તેમનું સપનું પૂર્ણ થયું છે.

1 કરોડથી પણ વધુની છે આ કાર
મહારાવ પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારો અને ઓટોમોબાઇલના ખૂબ પ્રેમી હતા. મર્સિડીઝ બેન્ઝ કંપનીની આ ઇલેક્ટ્રિક કારની કિંમત 1 કરોડથી પણ વધુ છે. મર્સિડીઝ બેન્ઝની EQC-400 ઇલેક્ટ્રિક કાર માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો.12 જુલાઇના રોજ આ કાર ભુજ રણજિત વિલા પેલેસ પહોંચી હતી. જે કાર લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે.

કારમાં મસાજનું પણ ફિચર્સ
ઉલ્લેખનીય છે કે, દરેક કારનું કોઈને કોઈ ખાસ મહત્વ રહેલું હોય છે. આ કારમાં પણ ખાસ અનેક વિવિધ સુવિધાઓથી સજ્જ છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજનું ફીચર્ચ પણ છે. ઉપરાંત આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ સારું કહી શકાય. ઈલેક્ટ્રિક કારની અંદર 64 રંગની ઇન્ટીરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે, જેમાં એક્ટિવ બ્રેક આસિસ્ટ, બ્લાઇન્ડ સ્પોટ આસિસ્ટ ફીચર્ચ પણ છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રીન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની હાઈટ અને બોડી પ્રમાણે એ સીટ ઓટોમેટિક એડજસ્ટ થાય છે. આ EQC- 400 ઇલેક્ટ્રિક કાર ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે, કારને ફુલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.

કેવા છે 1 કરોડની ઈલેક્ટ્રીક કારમાં ફિચર્જ
એક કરોડ રૂપિયા જે કારની કિંમત હોય તેની ખુબિઓ પણ અદભૂત જ હોવાની. આ ઈલેક્ટ્રીક કારમાં અંદરની બાજું 64 રંગની ઇન્ટીરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે, જેમાં એક્ટિવ બ્રેક આસિસ્ટ, બ્લાઇન્ડ સ્પોટ આસિસ્ટ ફીચર્ચ પણ છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રીન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની હાઈટ અને બોડી પ્રમાણે એ સીટ ઓટોમેટિક એડજસ્ટ થાય છે. આ કારમાં વોઇસ આસિસ્ટન્ટ, સનરૂફ અને થ્રી ઝોન ક્લાઇમેટ કંટ્રોલ જેવાં અનેક આધુનિક ફીચર્ચ આવેલાં છે.

જાણો શું કહ્યું મહારાવના ઓટોમોબાઈલ ઇન્ચાર્જ?
મહારાવ સાહેબ પર્યાવરણ અને ઓટોમોબાઇલના પ્રેમી હતા ત્યારે તેમણે મર્સિડીઝ બેન્ઝની કાર ઈમ્પોર્ટ કરી હતી.આ કાર ફુલ્લી ઓટોમેટિક છે અને જર્મનીમાં બની છે, જેમાં વિવિધ જાતના આધુનિક ફ્યૂચર્સ પણ છે.

મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈલેક્ટ્રીકની ઇચ્છા આજે પૂર્ણ થઈ
હાલ આપણા દેશમાં પર્યાવરણને લઈને બદલાવ લાવવા જરૂરી બન્યા છે ત્યારે આવી પેટ્રોલ અને ડીઝલ વગરની ઇલેક્ટ્રિક કાર દ્વારા આપણે પ્રદૂષણ ફેલાવતો રોકી શકીશું તથા પર્યાવરણને નુકસાન થતાં અટકાવી શકીશું કચ્છના late મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા હતી કે તેઓ આવી ઇલેક્ટ્રોનિક કાર લે માટે તેમણે આ કારનો ઓર્ડર આપ્યો હતો અને આજે તે ભુજ આવી પહોંચી હતી અને તેમની ઇચ્છા પૂર્ણ થઈ હતી પરંતુ આજે મહારાવ પ્રાગમલજી ત્રીજા પોતે હયાત નથી એવી લાગણી તેમના પરિવારોજનોએ વ્યક્ત કરી હતી.

જોકે આ તો 1 કરોડની કાર છે. પરંતુ આગામી વર્ષમાં ખુબ સસ્તી અને સારી ઈલેક્ટ્રીક કારોની પણ ગુજરાતમાં ડિમાન્ડ વધવા જઈ રહી છે. એવી પણ માહિતી છે કે, ગુજરાતમાં એક ઈલેક્ટ્રીક કારની કંપની ટુંક સમયમાં જ સ્થાપિત થશે. એટલે કે, ઘર આંગણે ઈલેક્ટ્રીક કારનું ઉત્પાદન પણ થશે. જે સારી બાબત છે.

જો આપને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો એક વખત લાઈક કરીને શેર જરૂર કરજો. અમારી ટીમ આપની આભારી રહેશે.

Leave a Reply

Your email address will not be published.