કમોસમી વરસાદની ફરી ગુજરાતમાં આગાહી, આંબાલાલ પટેલે આ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાના આપ્યા એંધાણ
કમોસમી વરસાદની ફરી ગુજરાતમાં આગાહી, આંબાલાલ પટેલે આ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાના આપ્યા એંધાણ

કમોસમી વરસાદની ફરી ગુજરાતમાં આગાહી, આંબાલાલ પટેલે આ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાના આપ્યા એંધાણ

રાજ્યમાં ફરીએકવાર કમોસમી વરસાદ ખેડૂતોને માર મારવા માટે આવી શકે છે. કારણ કે, હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાની આગાહી આપી છે. જેના પગવે આગામી અઠવાડિયામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. અને ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી શકે છે.

5 થી 10 તારીખ સુધી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમી વિક્ષેપોને કારણે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ 5 થી 10 તારીખની અંદર માવઠા રુપે પડી શકે છે. જેમાં કેરી, અડદ, તલ સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે. આ આગાહીના પગલે રાજ્યના ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. જોકે હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આ વરસાદ હળવો ઝાપટા રૂપે હશે. જેથી વધુ નુકસાની થવાના કોઈ આસાર નથી.

ક્યા વિસ્તારમાં પડી શકે છે કમોસમી વરસાદ
હવામાન વિભાગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષેપોને કારણે આગામી સમયમાં એટલે કે, 5 થી 10 તારીખ વચ્ચે રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે. વાતાવરણમાં આવનાર આ પલટાની અસર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ઝાપટા રૂપી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વાતાવરણમાં આવનાર પલટાની હાલ સૌરાષ્ટ્રમાં કોઈ અસર જોવા મળે તેનું નથી લાગી રહ્યું