શિવ અંદર આવો.જો પેલી રિદ્ધિ સિદ્ધિ પણ અંદર આવી ગઈ છે. હાલો ઝટ કેમ હાલા કરવાના છે. ફરવા જવાનું છે. આ શબ્દો સભળતાજ લાગે કે નાના બાળકો બોલવતા હશે,પરંતુ આ શબ્દો નાના બાળકો માટે નહીં પરંતુ ગો માતા માટે વપરાય છે,જ્યાં નાની 10 જેટલી વાછરડીઓને બાળકો જેમ ઉછેરવામાં આવે છે. જ્યાં એક વ્યક્તિ પોતાનો કરોડો રૂપિયોનો ધંધો છોડીને ગાયો સાથે રાત-દિવસ વિતાવે છે. પોતાના હબાળકોની જેમ વાછરડીઓને ઉઠેર કરે છે. અને માતાની જેમ ગાયની સેવા. ત્યારે કોણ આ મહાન ગૌપ્રેમી આવે તેને પણ જાણીએ.
એક કરોડ પતિ જે ભાણામાં એઠું પણ ન નાખે. જેના ફરવા શોખ તેનો પૈસાનો પાવર. કાંઈક હટકે જ હોય છે. પરંતુ આ એક વ્યક્તિ હશે જે કરોડોનો ધંધો છોડી ગૌ સેવા કરી રહ્યો છે. ગાયો સાથે રહે છે. ગાયો સાથે હરે છે ફરે છે. ગાયો સાથે ઊંઘે છે. ગૌમુત્રનું સેવન કરે છે. ગાયના છાણથી સ્નાન કરે છે. અને 24 સે કલાક ગાયોની સાથે જ વિતાવે છે.
આ વ્યક્તિ એટલે કે, અમદાવાદ નજીક મણીપુરવડ પાસે રહેતા વિજયભાઈ પરસણા છે. જેઓ પોતાનો કરોડો રૂપિયાનો વ્યવસાય છોડીને ગાય સાથે દિવસ રાત પરિવાર માફક ગુજારે છે.એટલું જ નહીં આખો દિવસ ગાયની સાથે રહે તેને નવડાવે, નાના બાળકો માફક તેનું ધ્યાન રાખે તેને તૈયાર કરે તેની સાથે અવનવી રમતો રમે અને તેની માટે ફળો લાવીને ખવડાવે પણ છે. એટલુ જ નહીં ગાયની સાથે-સાથે જમવા બેસે ગાયના ગૌ મૂત્રનું સેવન કરે અને ગાયવા છાણથી જ નિત્ય સ્નાન પણ કરે છે.
નવાઈ તો તમને ત્યાં લાગશે કે, વિજયભાઈ પોતાની લાખો રૂપિયાની ગાડીમાં ગાયોને ફરવા માટે ફરવા માટે લઈ જાય છે. અને આ ગાયોને પોતાના કરોડો રૂપિયા બંગલામાં પોતાની સાથે રાખે છે. જેમ કોઈ પિતા પોતાના સંતાનોને વહાલ કરતો હોય તેમ વિજયભાઈ ગાયોને વહાલ કરે છે. તેમને પંપાળે છે. તો ગાયો પણ વિજયભાઈને માતાની જેમ વહાલ કરે છે. કોઈ માણસ ગાયોના ઘેરામાં ક્યારે ઊંઘવાની હિંમત કરતો હશે. જ્યારે તેને તેમના પર અતૃટ વિશ્વાસ હોય.
મણીપુરવડમાં વિજયભાઈનો 5 હજાર વારનો બંગલો આવેલો છે. જ્યાં તેઓ માત્ર ગાયોને જ રાખે છે. બંગલાની અંદર ગાયોની સાથી ખુદ રહે છે. તેઓ પ્રકૃતિ પ્રેમી પણ હોવાથી તેમની આસપાસ લીલાછમ વૃક્ષોની હરિયાળી જોવા મળી રહી છે.
વિજયભાઈને વિચાર ક્યાંથી આવ્યો?
વિજયભાઈ કહે છે કે, તેઓ ગાયમાં 32 હરોડ દેવતાનો વાસ છે. આ સાથે જ ગાયનું છાણ, ગૌમુત્ર, દૂધ, ધી, દહીં, અનેક રીતે ઔષધી છે. પરંતુ આજકાલ લોકો સ્વાર્થિ બની ગયા છે. તેઓ પોતાનો સ્વાર્થ પૂરો થાય કે, ગાયને રઝડતી મુરી દે છે. ગાયને તરછોડે છે. પરંતુ મારી માટે ગાય મારી માતા છે. અમારો પરિવાર ત્રણ પેઢીથી ગાયની સેવા કરે છે. જોકે લોકોમાં જાગૃતતા આવે તે માટે પણ હું આ અભિયાન ચલાવું છે. જેથી મને જોઈને પણ લોકો ગાય સંવેદના કેળવે. અને ગૌસેવા કરે.
ઉલ્લેખનિય છે કે, વિજયભાઈ પરસાણાએ આગાઉ ગાયના ધામધૂમ પૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા.આજે 11 જેટલી ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે. ગાય પ્રત્યેની નાગરિકોમાં સંવેદના વધે તે માટે ગાયને શણગરીને તૈયાર કરીને મોંધા વાહનોમાં સોસાયટી દર સોસાયટીમાં ફેરવીને ગાયની પવિત્રતાને લોકો સમજે તેવા પ્રયાસ કરે છે.
વિજયભાઈ અનેક કાર્યક્રમોમાં પણ ગાયોને પોતાની સાથે લઈ જાય છે. સાથે જ લોકોને પોતાના ઘર સુધી પણ આકર્ષિત કરે. આ સાથે યોગ અને સાધના શું છે તેનો અભ્યાસ પણ કરે છે. અને ખુદ લોકોને યોગ અને સાધનાનું મહત્વ પણ સમજાવે છે. જેથી કરીને આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો આપણી પરંપરાઓ અને આપણા યોગમાં રહેલી સાધના અને શક્તિથી જાગૃત થઈ શકે.
ગાય પર સંશોધન
વિજયભાઈ છેલ્લા 15 વર્ષોથી ગાય પર સંશોધન પણ કરે છે. સાથે જ ગાયના છાણ, મુત્ર, દૂધ, ઘી સહિતની વસ્તુઓ કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તે બાબતોનું પણ એક્સપેરીમેન્ટ કરે છે. અત્યાર સુધીમાં આ રીતે તેઓ અનેક કાર્યક્રમો પણ યોજી ચૂક્યા છે. તો તેની સાથે-સાથે અનેક સંશોધનો પણ કરી ચૂક્યા છે. પરંતુ સૌથી મોટી અને મહત્વની વાત તો એ છે કે, કરોડોનો ધંધો છોડીને ગાય પ્રત્યરે લાગણી કેળવવી તે ખુબ મોટી બાબત છે.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.