એક વાસ્તવિક કલાકાર તે છે જે તેના અભિનયને જીવંત કરી શકે. જો તે પોતાના ઓનસ્ક્રીન પાત્રને વાસ્તવિકતાની નજીક લાવવામાં સમર્થ નથી, તો તે એક અભિનેતા તરીકેની તેની હાર છે. ફક્ત એક સારો ચહેરો, સિક્સ પેક એબ્સ અને ડાન્સ આવડવો એ એક મહાન અભિનેતાની નિશાની નથી. તમારે ખરા અર્થમાં અભિનેતા બનાવ માટે પોતાને તે પાત્રમાં ઢાળવું પડે છે.

નવી પેઢીના ઘણા કલાકારોમાં તમને એવા ઘણાં કલાકારો જોવા મળશે. જેમ કે, રણદીપ હૂડા. ફિલ્મ સરબજીતમાં રણદીપે પોતાના પાત્રને રિયલ બનાવવા માટે ઘણા દિવસથી સુધી ભૂખે રહ્યો હતો. રાજકુમાર રાવે પોતાની ફિલ્મ માટે પોતાની જાતને ઘણા દિવસો સુધી ઓરડામાં પોતાને બંધ રાખ્યો હતો. દંગલ ફિલ્મ માટે આમિર ખાને પોતાનું વજન વધાર્યું અને ત્યારબાદ અનેક કિલો વજન ઘટાડ્યું હતું.

હવે એવું નથી હોતું કે ફક્ત આજના કલાકારો જ પોતાના પાત્રને જીવંત કરવા માટે તમામ પ્રયત્નો કરતા હોય. જૂના સમયના પણ કેટલાક કલાકારો છે જેઓ તેમની ભૂમિકાઓને જીવંત બનાવવા માટે ખૂબ મહેનત કરતાં હતા. ઉદાહરણ તરીકે બોલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીને જોઈ લો.

મિથુને એક ફિલ્મ ‘જોર લગા કે… હૈયા’ કરી હતી. 2009 ની ફિલ્મમાં તેમની સાથે રિયા સેન, સીમા બિસ્વાસ, ગુલસન ગ્રોવર અને મહેશ માંજરેકર જેવા સ્ટાર્સ હતા. આ ફિલ્મમાં મિથુને ભિખારીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેમને ઘણા દિવસો માટે એક જ ડ્રેસ પહેરવાનો હતો. આનું કારણ એ હતું કે, ભિક્ષુક પાસે નવી ડ્રેસ ખરીદવા માટે પૈસા નથી.
આવી સ્થિતિમાં મિથુન ઘણા દિવસો સુધી એ જ ડ્રેસ પહેરતો રહ્યો. રસપ્રદ વાત એ હતી કે, જ્યાં સુધી શૂટિંગ ચાલે ત્યાં સુધી તેણે ડ્રેસ ધોયો ન્હોતો. તે ઇચ્છતો હતો કે કપડાં ખરેખર ગંદા દેખાવા જોઈએ જેથી તેનું પાત્ર વધુ વાસ્તવિક દેખાય.

ફિલ્મના નિર્માતા કાર્તિકેય તાલરેજા કહે છે કે, મિથુન દરરોજ ગંદા કપડા પહેરવાનું પસંદ નહોતું, પણ ફિલ્મના કેરેક્ટર માટે તે ગંદા કપડા પહેરતો હતો.

મિથુનના કામ પ્રત્યેની આવી ઉત્કટતાથી કારણે જ તેને બોલીવુડમાં આટલા વર્ષ સુધી રાજ કર્યુ છે.આ જ કારણ છે કે, મિથુને સામાન્ય અભિનેતાઓની તુલનામાં ફિલ્મ ઉદ્યોગમાં ખૂબ લાંબી ઇનિંગ્સ રમી છે.
You’ve made some decent points there. I looked on the
web for more information about the issue and found most people will go along with your views on this
web site.
Hi there very cool website!! Man .. Excellent .. Wonderful ..
I will bookmark your site and take the feeds also? I’m glad to search out numerous useful information here within the
submit, we’d like develop more techniques on this regard, thanks for sharing.
. . . . .