જમ્મૂ-કશ્મીર… એટલે ભારતનું સ્વર્ગ… કારણ કે, તેની સુંદરતા સ્વર્ગથી કમ નથી.. પરંતુ અત્યાર સુધી તે સ્વર્ગમાં આતંકવાદ અને પાકિસ્તાનના હુમલાના કારણે પગ મુકતા પણ લોકોને ડર લાગતો હતો.. તે સ્વગ આજે સાચા અર્થમાં 370ની નાબૂતી સાથે સ્વર્ગ બની ગયું છે.. કારણ કે, 31 વર્ષ પછી શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં આવેલ શીતલનાથ મંદિરના કપાટ ખુલ્યા છે. આ ન માત્ર હિંદૂઓની આસ્થાનું મંદિર છે.. પરંતુ તેનો ઈતિહાસ પણ ગૈરવશાળી છે..જેને આજે હિંદૂ અને મુસ્લિમ લોકોએ સાથે મળીને વર્ષો બાદ ખુલ્લું કર્યું છે.. જે દર્શાવે છે કે, કશ્મીર ખીણમાંથી આંતક ખતમ થયો છે.. અહીં લોકોએ વિકાસને અપનાવ્યો છે.. અહીં પણ લોકો પોતાનો વિકાસ અને ભાઈચારો ઈચ્છે છે.
આ ગૌરવશાળી મંદિર 1990ના દાયકામાં ઘાટીમાં ઝડપથી પસરેલા આતંકવાદ અને હિંદૂઓના પલાયન બાદ જાણે વિરાન અને કોફનાક બની ગયું હતું. કારણ કે, અહીં આંતકીઓના ડરથી કોઈ મંદિર ખોલવાનો સાહસ નહોતું કરતું. પરંતુ આ વખતે વસંત પંચમીના દિવસે 31 વર્ષે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. મંદિરના કપાટ ખુલતા જ સમગ્ર વિશ્વમાં એવો સંદેશ પણ ગયો છે કે, ઘાટીમાં આતંકવાદ ખતમ થવા આવ્યો છે. મંદિરમાં પૂજા કરવા પહોંચેલા લોકોનું માનવું છે કે, આ મંદિરને ખુલવામાં સ્થાનિય મુસ્લિમ સમુદાયનું ખુબ મોટું યોગદાન છે.
આ મંદિર આપણા માટે ઐતિહાસિ આ માટે પણ છે કે, અહીંથી જ આઝાદીની લડાઈ દરમિયાન મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરું, બલરામ માધોક સહિતના લડવૈયાઓએ કશ્મીરીયોને એકજૂટ કરવાની મુહિમ છેડી હતી. વસંતપંચમી પર મંદિરના કપાટ ખુલતા જ શ્રીનગરના મેયર અજીમ મટ્ટૂ ખુદ શીતલનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
30 હિંદુ મંદિર ખુલશે શ્રીનગરમાં
શ્રીનગરના મેયર અજીમ મટ્ટૂના જણાવ્યા પ્રમાણે, આગામી દીવસોમાં તંત્ર દ્વારા 30 મંદિરો ખોલવાનો નિર્ણય કરાયો છે. આ 30 હિંદુ મંદિરોની પસંદગી પણ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવશે. આ સાથે જ હિંદૂઓ માટે તમામ મંદિરોને ખોલવામાં આવશે.
ઘાટીમાંથી આતંકવાદ ખતમ થવાની કતારે
કલમ 370 હટ્યા બાદ અને જમ્મૂ-કશ્મીરની કમાન કેન્દ્ર સરકારે સંભાળ્યા બાદ જાણે જમ્મૂ-કશ્મીરની કાયા પલટી ગઈ છે. જે ઘાટીમાં હિંદૂઓ અને કોઈપણ પ્રવાસી પગ મુકતા પણ ડરતા હતા. પરંતુ 370 સાથે-સાથે હવે આતંકવાદ પણ ખતમ ખથમ થવાની કગારે પહોંચી ગયો છે. એવું કહીએ તો પણ ચાલે કે, ઘાટીમાંથી આતંકવાદ જ ખતમ થઈ ગયો છે. એટલે કે, કશ્મીર હવે સ્વર્ગ બની ગયું છે. અને આ સ્વર્ગમાં પ્રવાસીઓ પણ આકર્ષિત થશે. અને વિકાસ પણ થશે.