કહેવું પડે હો ભાઈ.. આ મહિલા ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઈન વેંચાણ કરી લાખો રૂપિયાની કરે છે કમાણી, જાણો કેવી રીતે…
કહેવું પડે હો ભાઈ.. આ મહિલા ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઈન વેંચાણ કરી લાખો રૂપિયાની કરે છે કમાણી, જાણો કેવી રીતે…

કહેવું પડે હો ભાઈ.. આ મહિલા ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઈન વેંચાણ કરી લાખો રૂપિયાની કરે છે કમાણી, જાણો કેવી રીતે…

કોરોના કાળમાં મોટભાગના લોકોના ધંધા રોજગારમાં મંદી આવી ગઈ છે. જેને લઈને તેની અસર સામાજીક જીવન પર પણ પડી રહી છે. કોરોનાના કારણે ઘણા લોકોએ નોકરી ગુમાવી તો ઘણા લોકો ધંધા ગુમાવ્યા. 2 ટંક ભોજનના પણ કેટલાક લોકોને ફાફા પડી રહ્યાં છે.

કોરોનાની અસર મોટભાગના ક્ષેત્રો પર પડી છે. મોટા ઉદ્યોગપતિઓથી લઈને નાના ધંધાર્થીઓ પર કોરોનાની અસર જોવા મળી છે. ત્યારે અમરાવતીની ભાવનાબેનનો પણ વ્યવસાય કોરોનાના કારણે ઠપ્પ થઈ ગયો હતો. પણ તેને હાર માનવાના બદલે ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તે તેના થકી દર મહિને 50થી 80 હજાર રૂપિયાની કમાણી કરે છે.

ભાવનાના પરિવારને વર્ષોથી કાપડનો ધંધો હતો. જેથી તેને કોરોના કાળમાં માસ્ક બનાવીને ઓનલાઈન વેંચવાનું શરૂ કર્યું હતું. જેના થકી તેને ખુબ આવક થવા લાગી હતી. ભાવનાએ માસ્કની સાથે સાથે પછી કપડા અને એસેસરીઝ પણ વેંચવાનું શરૂ કર્યું હતું. ભાવના અત્યારે તેની આવકનો 80 ટકા ભાગ ઓનલાઈન જ મેળવે છે.

ભાવના દર મહિને 50 હજારથી લઈને 80 હજાર રૂપિયાની કમાણી કરી છે. જો કે ભાવનાબેન માટે આ બધુ સરળ ન હતું. ભાવનાબેને સમગ્ર મામલે કહ્યું કે મે બાળપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અમે 6 બહેનો છીએ. જેથઈ પરિવારની જવાબદારી અમારા પર આવી પડી હતી.

ભાવનાબેને ભરતકામ અને સિલાઈકામ કરીને બીએડ પૂર્ણ કર્યું હતું. જે બાદ તેને શિક્ષિકાની નોકરી ચાલુ કરી હતી. લગ્ન બાદ પણ તેને શિક્ષિકા તરીકે નોકરી ચાલુ રાખી હતી. પણ કોરોનાના કારણે શિક્ષણ બંધ થઈ જતા આવક પર મોટી અસર થઈ હતી. જેને તેને પરિવારના કાપડ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું.

ભાવનાબેનને સિલાઈ કામ આવડતું હતું એટલે તેને માસ્ક બનાવીને વેંચવાનું ચાલુ કર્યું હતું. પહેલા તેને ઈન્સ્ટાગ્રામ પર આ માસ્ક મુક્યું હતું. જેની પ્રસંસા થતાં તેને ઓનલાઈ વહેંચવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દયે કે વર્ષ 2020માં તેને અંગાદે 4 હજાર માસ્ક વહેંચ્યા હતા. જે બાદ તેને ઓનલાઈન એસેસરિઝ વેંચવાનું ચાલુ કર્યું હતું.

સપ્ટેમ્બર 2020 સુધીમાં ભાવનાબેને કપડાં, કુર્તીઓ, બાળકોના વસ્ત્રો અને વધુ વેચવાનું શરૂ કર્યું. હવે તે ભરતકામ, પેઇન્ટિંગ, પ્રિન્ટિંગ, વણાટ અને અન્ય વિકલ્પો સાથે ગારમેન્ટ્સ, સાડીઓ અને દુપટ્ટાને કસ્ટમાઇઝ કરે છે. તેઓ ઓનલાઈન ઓર્ડર આપનારા ગ્રાહકોને માલની ડિલીવરી માટે શિપરોકેટ સાથે જોડાણ આપતા હતા.

ગ્રાહકો ઇન્સ્ટાગ્રામ પર ઓનલાઇન ઓર્ડર આપે છે અને ભાવના દેશભરમાં ગમે ત્યાં પેકેજ વહન કરે છે. 1 કિલોના પેકનો લોજિસ્ટિક ચાર્જ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. તે કહે છે કે તેમને ડ્રેસ બનાવવા અને મોકલવામાં લગભગ એક અઠવાડિયું લાગે છે. આમ અત્યારે તે ઈન્સ્ટાગ્રામ થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.