ઘણા લોકો કાકીને તેમની નાની માતાની જેમ પણ માને છે. પરંતુ ભાગલપુરના નવાગચીયા પોલીસ સ્ટેશન વિસ્તારના ધોબિનિયા ગામે ભત્રીજાએ તેની પોતાની કાકીને ગોળી મારી દીધી હતી. આનું કારણ ગત ગુરુવારે તેમની વચ્ચેના વિવાદને ગણવામાં આવી રહ્યું છે. 42 વર્ષીય મૃતકનું નામ ગુડિયા દેવી છે. ગુડિયાના પહેલા પતિ જાલે યાદવનું માંદગીના કારણે નિધન થયું હતું. આવી સ્થિતિમાં તેણે તેના પિતરાઇ ભાઈ ધરમવીર યાદવ સાથે લગ્ન કર્યા હતા.
ભત્રીજાએ કાકી પર ફાયરિંગ કર્યું
ગુડિયા દેવીના પહેલા પતિ, જાલે યાદવ પાસે સાડા ત્રણ વીઘા જમીન છે. પરંતુ આ જમીન પર તેના જેઠ જવાહર યાદવ અને તેના દીકરાએ પચાવી પાડી હતી. એવામાં આ વર્ષે ગુડિયા બીજા પતિ ધર્મવીર યાદવે આ જમીન પર ખેતી કરી હતી. આ વાત ગુડિયા દેવીના જેઠ અને ભત્રીજાને ગમી નહોતી.

ગુરુવારના દિવસે સાંજે ગુડિયા દેવીના જેઠે તેમને મળવા બોલાવ્યા હતા. જ્યાં તેમની વચ્ચે મોટો ઝઘડો થયો હતો. આ દરમિયાન જવાહર યાદવના દીકરાએ તેની કાકીના મોંઢા પર ગોળી મારી દીધી હતી.
ડેડ બોડી પોસ્ટ મોર્ટમ માટે મોકલી
ગુડિયા દેવીના બીજા પતિ ધર્મવીર યાદવે આક્ષેપ કર્યો છે કે, જવાહર યાદવના ત્રણ પુત્રો વિકાસ યાદવ, મિથુન યાદવ, મૃત્યુંજય યાદવ, અને ગામના રાજીવ યાદવ, સજો યાદવ, અજય યાદવ, બન્નો યાદવ અને જવાહર યાદવના પૌત્ર સચિન યાદવે ગુડિયા દેવીની હત્યા કરી હતી.
ઘટના અંગેની બાતમી મળતાં નવાગછિયા પોલીસ સ્ટેશનના સ્ટેશન અધિકારી શૈલેષકુમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દેવી ગુડિયા દેવીની ડેડબૉડીને પોતાના કબજામાં લીધી હતી. હાલ મૃતદેહને નવાગછિયા અનુમંડલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસને આ મામલે વધુ માહિતી મળશે.
તમામ આરોપીઓ ફરાર છે
કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકના 6 બાળકો છે. તેમની મોટી પુત્રી કોમલ કુમારી પરિણીત છે. તે જ સમયે 3 પુત્રો અને 2 પુત્રીઓ 12 વર્ષથી ઓછી ઉંમરના છે. માતાના અવસાનના સમાચાર સાંભળીને દરેક લોકો દુઃખી છે. હાલ, ગુડિયા દેવીની હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર છે. પોલીસ એમ પણ જણાવી રહી છે કે, આ સમગ્ર મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે. પોલીસે આરોપીને પકડવા માટે સ્થળે દરોડા પણ પાડ્યા હતા. પરંતુ હજુ સુધી કોઈ ખબર સામે આવી નથી.