કહેવાય છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાઈ. આવું જ કંઈક બન્યું છે ઈંગ્લેન્ડમાં રહેતી 19 વર્ષીય એક વિદ્યાર્થીની સાથે. આ વિદ્યાર્થિની જિંદગી પૂરી રીતે પલટવાની કગાર પર હતી. પરંતુ એક નાનકડી ભૂલના કારણે આજે તેને કરોડોનું નુકસાન કરીને બેઠી છે. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થિનીએ 182 મિલિયન પાઉન્ડ એટલે કે 1800 કરોડના જેકપોટ જીતી જ લીધો હતો, પરંતુ આ વિદ્યાર્થિની સાથે એક એવો અણબનાવ બની ગયો કે જે જોઈને તમને પણ અફસોસ થશે.
ખુશીને લાગી કોઈની નજર
બ્રાઇટન યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિની રેચલ કેનેડી દર અઠવાડિયે એક જ નંબર્સ પર રમતી હતી અને આ અઠવાડિયે તેના નંબર પર 1800 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો હતો. મહત્વનું છે કે હર્ટફોર્ડશાયરમાં અંડર ગ્રેજ્યુએટનો અભ્યાસ કરી રહેલી રેચલ કેનેડી દર અઠવાડિયે જે નંબર રમતી હતી તેના પર આ વખતે જેકપોટ લાગ્યો હતો. કેનેડીએ કહ્યું હતું કે જ્યારે તેને આ વાત જાણવા મળી તો તે ખુશીથી નાચવા લાગી હતી. પણ આ ખુશીને કોઈની નજર લાગી ગઈ હોય તેમ તેવું થયું હતું.

બોયફ્રેન્ડે શેર કરી પોસ્ટ
રેચલ કેનેડી દર વખત એ નંબરની ટિકિટ ખરીદતી હતી. પણ આ વખતે રેચલે આ વખતે ટિકિટ ખરીદી નહોતી. રેચલે કહ્યું હતું કે, તે પોતાની યુનિવર્સિટીના કામને લઈને ખૂબ વ્યસ્ત હતી અને આજ કારણ છે કે તેના મનમાં વિકલી લોટરી ટિકિટ ખરીદવાનો વિચાર નીકળી ગયો હતો. રેચલના બોયફ્રેન્ડ લિયામે ટ્વીટ પર આ ઘટનાની જાણકારી શેર કરી હતી.
જેટપોટ લકી સાબિત થયો
લિયામે ટ્વીટર પર એક તસવીર પોસ્ટ કરતા લખ્યું કે જ્યારે પોતાની ગર્લફ્રેન્ડ યુરો મિલિયન ન રમવાનો નિર્ણય કરે અને તેની લોટરી લાગી જાય. લિયામે આ ટ્વીટ સાથે એક તસવીર પણ ટ્વીટ કરી હતી. આ તસવીરમાં રેચલનીએ ટિકિટ જોઈ શકાય છે, જે તેણે ગયા અઠવાડિયે ખરીદી હતી અને આ લોટરી પર પણ એજ નંબર્સ છપાયા હતા, જે આ વખતે જેકપોટ માટે લકી સાબિત થયો હતો.

હું ઘટનાને જલદી ભૂલી જઈશ
ઉલ્લેખનીય છે કે ફ્રાઈડે યુરોમિલિયન્સ જેકપોટને સ્વિટઝરલેન્ડનો એક શખ્સ મેળવવામાં સફળ કરવામાં સફળ રહ્યો હતો. રેચલે જણાવ્યું હતું કે મને લાગે છે કે દુનિયામાં કોઈ પણ વસ્તુ હોય છે તો તેની પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે. હું આશા રાખું છું કે આ લોટરી જેણે પણ જીતી હશે. તેને આ પૈસાઓની સખત જરૂર હશે. જોકે આ ખૂબ નિરાશ કરનારી ઘટના છે. મને ખબર છે કે હું આ ઘટનાને જલદી જ ભૂલી જઈશ.
નાનકડી ભૂલ ભારે પડી
આમ એક નાનકડી ભૂલ આ વિધાર્થિનીને ભારે પડી ગઈ હતી. તે 1800 કરોડની માલકીન બનતા બનતા રહી ગઈ છે. જો આ ટિકિટ તેણીને લાગી ગઈ હોય તો આજે કદાચ તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હોત. પરંતુ એક નાની એવી ભૂલને કારણે તેણે મોટું નુકશાન વેઠવું પડ્યું છે.