
માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જાય છે. માં મોગલ તો દયાળુ છે. માં મોગલ પોતાના ભકતોને કયારેય દુઃખી નથી જોઈ શકતા. માં મોગલને પ્રાર્થના કરો અને માં મોગલ પોતાના ભકતોની વારે આવી જાય છે,
આજ સુધી માં મોગલે લાખો લોકોના જીવન સુધારી દીધા છે. તેમાં દરવાજેથી કોઈપણ ભકત ખાલી હાથે પાછો નથી ફરતો,એક યુવક પોતાની માનતા કાબરાઉ મોગલધામે પુરી કરવા માટે આવ્યો હતો, યુવકે જણાવ્યું કે બાપુ મારો દીકરો કેનેડામાં છે,
મારો દીકરો જે ભણ્યો હતો, તેને તેમાં ત્યાં નોકરી નહતી મળી રહી, તેને ઘણા પ્રયત્નો કર્યા પણ તેને ત્યાં નોકરી નહતી મળી રહી, આખરે તે ખુબજ દુઃખી થઇ ગયો હતોતે નિરાશ રહેવા લાગ્યો હતો.
એ સમયે મેં મારા દીકરાની તકલીફ જોઈને માનતા માની કે હે માં મોગલ જો મારા દીકરાને કેનેડામાં તેને જોવે છે એવી નોકરી મળી જાય તો હું અહીં તમારા મંદિરે દર્શને આવીશ. તમારી માનતા પુરી કરીને જઈશ, માં મોગલની માનતા માન્યાના થોડા જ સમયમાં યુવકના દીકરાને જેવી નોકરી જોઈતી હતી,
તેવી નોકરી મળી ગઈ હતી, દીકરાને નોકરી મળી જતા આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો, યુવક તરત જ માં મોગલના મંદિરે પહોંચી ગયા હતા, અને મણિધર બાપુને મળીને આખી વાત કરી અને જણાવ્યું કે બાપુ માં મોગલે મારા જીવનનું સૌથી મોટી દુઃખ દૂર કરી.