edit
બોલિવૂડ એક્ટ્રેસ સન્ની લિયોની હાલ કેરળમાં તેના એમટીવી સ્પ્લિટ્સવિલા 13 શૂટિંગના શેડ્યૂલ માટે શૂટિંગ કરી રહી છે. અભિનેત્રી સતત તેના શૂટિંગ સેટ પરથી ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં જ સની લિયોનીએ સોશિયલ મીડિયા પર આવા કેટલાંક ફોટા શેર કર્યા છે. જે હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યાં છે અને ઝડપથી વાયરલ પણ થઈ રહ્યાં છે..
સની લિયોની તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરની તસવીરમાં સાઉથ ઈન્ડિયનના દેસી લૂકમાં જોવા મળી રહી છે. જેની એક ઝલક તેને ચાહકો સાથે શેર કરી હતી. જેમાં તે બીચ પર બેઠેલી છે અને કાતીલ પોઝ આપીને તેના ચાહકોને ઘાયલ કરી રહી છે.
In love with God’s own country – #Kerala 😍 pic.twitter.com/LLTa16Mrn1
— sunnyleone (@SunnyLeone) February 19, 2021
તાજેતરના ફોટોશૂટમાં સની લિયોની બોટ પર હોટ પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીએ તેના તમામ ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, મને મારા દેશની સાથે ભગવાનના આ દેશ સાથે પણ પ્રેમ થઈ ગયો છે.’ સનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરની સ્ટોરી સ્ટેટસમાં આ તસવીર મકી હતી.
આ પહેલા સની લિયોની પોતાનો સ્વીમિંગ પૂલમાં અનોખી રીતે કૂદવાનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોને લોકોએ પણ ખૂબ પસંદ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે, સની લિયોનીએ બિગ બોસ સીઝન 5 માં ભાગ લીધો હતો.જે તેના કરિયરની ટર્નિગ પોઈન્ટ સાબિત થયો હતો.

સની લિયોનીએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ 2 થી કરી હતી. ત્યારબાદ સની લિયોની બોલિવૂડમાં સતત સક્રિય છે. એટલું જ નહીં, તે ટૂંક સમયમાં જ વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘અનામિકા’માં પણ જોવા મળશે.