કોરોનાકાળમાં ફ્રુટ વેંચી રહેલી વૃદ્ધાને જોઈને IPS અધિકારીની આંખમાંથી આંસૂ આવી ગયા, વીડિયો જોઈને તમે પણ રડી પડશો
કોરોનાકાળમાં ફ્રુટ વેંચી રહેલી વૃદ્ધાને જોઈને IPS અધિકારીની આંખમાંથી આંસૂ આવી ગયા, વીડિયો જોઈને તમે પણ રડી પડશો

કોરોનાકાળમાં ફ્રુટ વેંચી રહેલી વૃદ્ધાને જોઈને IPS અધિકારીની આંખમાંથી આંસૂ આવી ગયા, વીડિયો જોઈને તમે પણ રડી પડશો

કોરોના કાળમાં ઘણા લોકોની નોકરી છિનવાઈ ગઈ છે. જેથી ઘણા લોકો ખેત મજુરી કરવા લાગી ગયા છે તો વળી ઘણા લોકો છુટક મજુરી કરી રહ્યાં છે. કોરોના કાળમાં આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ છે. કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ઘણાએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.

ત્યારે કોરોનાકાળમાં સોશિયલ મીડિયામાં એક હ્રદયદ્રાવ્ય વીડિયો સામે આવ્યો છે. ભાવૂક કરી દેતો આ વીડિયો જોઈને લોકોની આંખમાંથી આંસૂ સરી પડ્યાં હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ફ્રુટ વેંચતી જોવા મળી રહી છે.

આ વીડિયો IPS અધિકારી નવનીત સિકેરાએ શેર કર્યો છે. જે વીડિયોને હજારો લાઈક્સ મળી રહી છે. આ વીડિયો જોઈને લોકો કમેન્ટ પણ કરી રહ્યાં છે. આ વીડિયો અત્યારના સમયમાં લોકોને એક અનોખો સંદેશ પણ આપી રહ્યો છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.

IPS અધિકારીએ આ વીડિયો શેર કરીને એક અનોખો સંદેશ આપ્યો છે. અધિકારીએ આ વીડિયો પોતાના ફેસબૂક અકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરીને કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં તેને લખ્યું છે કે મોલના ભાવ અને દિલના ભાવ. ઘણા સમય પછી લોકડાઉન ખુલ્યું

તેને કહ્યું કે આ તસવીર દરેક વિસ્તાર અને દરેક ગલીઓની છે. ભાવમાં ઘટાડો કરવાના બદલે તમે દિલના ભાવથી શાકભાજી અને ફ્રુટ લઈ લેજો. આમ કરવાથી કોકનું પેટ ભરાશે. અને તે મુશ્કેલી વગર પોતાનું જીવન જીવી શકશે. અને ચિંતા વગર ઉંઘ કરી શકશે,

અમે તમને જણાવી દઈએ કે, આઈપીએસ અધિકારી નવનીત ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરે છે. લોકોની મદદ માટે કેવી રીતે પહોચવું તે ઝલક તેમની પોસ્ટ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *