દુનિયાભરમાં કોરોના કાળ બની મંડરાઈ રહ્યો છે. સૌ કોઈ તેને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યો છે. વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે, ત્યાર ભારત એકમાત્ર દેશ જ્યાં લોકો ભગવાન પર બધું છોડીને ભયમુક્ત થઈને ફરી રહ્યાં છે.
લોકોની શ્રદ્ધા કહો કે, અંધશ્રદ્ધા.જે પણ હોય.. હાલ તો આ જ એક વિશ્વાસ વ્યક્તિને તણાવમુક્ત રહેવાનું બળ આપે છે. હમણાં જ આ વાતને સાબિત કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યકિતએ કોરોનામુક્ત થવાનો શ્રેય ભગવાનને આપતાં મંદિરમાં કરોડોની ભેટ ચઢાવી છે. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના…
આંધ્રપ્રદેશના તિરુમાલાનું જાણીતા તિરુપતિ બાલાજી મંદિરમાં એક ભક્તે પોતાની માનતા પુરી થઈ તો 2 કરોડ રૂપિયાના સોનાના શંખચક્ર ચઢાવ્યા હતા. જેની એક તસવીર શેર કરી હતી ત્યારબાદ આ ઘટના ચર્ચામાં આવી હતી. એવું કહેવાયઈ રહ્યું છે કે, તમિલનાડુમાં એક વ્યક્તિ કોરોનાથી પીડાઈ રહ્યો હતો. તેને ખુબ મુશ્કેલી થઈ રહી છે, ત્યારે તેણે માનતા માની હતી. ત્યારબાદ ભગવાનની કૃપાથી તે સાજો પણ થઈ ગયો હતો. એટલે આ વ્યક્તિએ બે કરોડ રૂપિયાના શંખ અને ચક્રને મંદિરમાં ભેંટ કર્યા હતા. મંદિરના અધિકારીઓ પ્રમાણે સોનાના આ શંખ અને ચક્રનું વજન સાડા ત્રણ કિલોગ્રામ છે.
ઉલ્લેખનીય છે કે, તિરુપતિ મંદિર ભારતના સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. સાથે જ બાલાજીને ભારતના સૌથી અમીર દેવાત હોવાનું તખ્ખલુશ પણ મળ્યું છે. બે કરોડના શંખ-ચક્રના ચઢાવ્યાં બાદ એકવાર ફરીથી તિરુપતિ બાલાજી ચર્ચામાં છે. કેશ ઉપરાંત અહીં ભક્તો સોનું ચઢાવે છે.
તિરુપતિ બાલાજીના દર્શન માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરની કુલ સંપત્તિ 50 હજાર કરોડથી વધારે છે. માત્ર નવરાત્રીના સમયેમાં આ મંદિરમાં 12થી 15 કરોડનો ચઢાવો આવે છે.
એક અનુમાન પ્રમાણે મંદિરના ખજાનામાં આઠ ટન આભુષણો છે. આ સાથે જ અલગ અલગ બેંકોમાં મંદિરના નામ ઉપર 3 હજાર કિલો સોનું છે. આ મંદિર એટલું ધનવાન છે કે અનેક બેન્કોમાં મંદિરના નામથી 1 હજાર કરોડ રૂપિયાની એફડીઓ પણ છે. એક રિપોર્ટ પ્રમાણે, બાલાજીની વાર્ષિક કમાણી 650 કરોડ રૂપિયા છે.