કોરોનાની વૈશ્વિક મારામારીના કારણે લોકોના જીવનમાં અનેક બદલાવ આવી ગયા છે. કોરોનાના કારણે લોકો ડરી ડરીને પોતાની જિંદગી જીવી રહ્યાં છે. કોરોનાના કારણે માસ્ક પહેરવું સેનિટાઈઝીંગ કરવું વગેરે જેવી વસ્તુઓનું લોકો ધ્યાન રાખી રહ્યાં છે. આ વચ્ચે અત્યારે સોશિયલ મીડિયામાં એક તસવીર વાઈરલ થઈ છે. જેને જોઈને લોકો હસવા પર કંટ્રોલ કરી શકતા નથી.
ઘોડાના બદલે ઉંટ પર બેસવાનું નક્કી કર્યું
મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં એક વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે એવી તરકીબ શોધી છે કે જેને જોઈને લોકો જોતા જ રહી ગયા હતા. આ ઘટના બની છે મરાઠવાડા અને પશ્ચિમ બંગાળમાં. કે જ્યાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં એક દુલ્હાએ ઘોડા પર ચડવાના બદલે ઉંટ પર ચડવાનું નક્કી કર્યું હતું. જેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

જાણો શા માટે ઉંટ પર જાન કાઢવામાં આવી
કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. જેથી કોરોના સંક્રમણથી બચવા અને લોકોથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે ઘોડાના બદલે ઉંટ પર બેસવાનો નિર્ણય કર્યો હતો. જેથી કોરોના સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય.
50 મહેમાનોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા
તમને જણાવી દયે કે મરાઠવાડા વિસ્તારના સાલેગામમાં રહેતા પૂર્વ સૈનિક મહાદેવ સખારામ વરપેના દિકરા અક્ષય વરપે તાજેતરમાં બીડ જિલ્લામાં રહેતી એશ્વર્યા રણદિવે સાથે લગ્ન કર્યા હતા. અક્ષય 22 વર્ષનો છે અને તે પત્રકાર છે. અક્ષયે 21 વર્ષની એશ્વર્યા સાથે લગ્ન કર્યાં છે. જેને બીએડનો અભ્યાસ કર્યો છે. અક્ષય અને એશ્વર્યાના લગ્ન 50 મહેમાનોની હાજરીમં કરવામાં આવ્યાં હતાં.
કોરોનાથી બચવા નિર્ણય કર્યો
સાલેગાંવમાં કોરોનાનો એક પણ સકારાત્મક કેસ નથી. આવી સ્થિતિમાં, લગ્નમાં બહારથી કોઈ મહેમાન આવવાના કારણે, કોરોનાનો ચેપ ફેલાઈ નહીં. તેથી અક્ષય અને તેના પિતાએ વિશેષ સાવચેતી રાખવાનું નક્કી કર્યું. અક્ષય અને તેના પિતા લગ્નમાં મહારાષ્ટ્ર સરકારના નિયમો અનુસાર કુલ મહેમાનોની સંખ્યા 50ની નીચે રાખી હતી. અક્ષયે બીજો નિર્ણય લીધો કે જાન ઘોડાને બદલે ઉંટ પર બેસવાથી ઉંચાઇને કારણે કોરોના ચેપનું જોખમ ઓછું થઈ જશે. ઉંટની ગોઠવણમાં વરરાજાએ 12,000 રૂપિયા ખર્ચ કરવા પડ્યા.