બટાકા દરેક ભોજનમાં એક મહત્વપૂર્ણ ઘટક છે. બાળકોથી લઈને મોટાઓને બટાકા ખૂબ જ પસંદ આવે છે, પરંતુ શું તમે ક્યારેય બટાકાની અંદર સૂવાનો વિચાર કર્યો છે? તમે કહો કે આ કેવો પ્રશ્ન છે? તમને જણાવી દઈએ કે અમેરિકાએ બટાકાની અંદર જ એક આલીશાન હોટેલ બનાવી છે. યુએસ સ્ટેટ ઑફ ઇડાહોમાં 600 કિલોનું એક મોટું બટેટુ છે. જેમાં એક અલગ કોન્સેપ્ટ પર કામ કરીને તેની અંદર એક આલીશાન હોટેલ બનાવી.
28 ફૂટ લાંબુ, 12 ફૂટ પહોળું અને 11.5 ફૂટ ઉંચા બટાકાને જોઈને બધાને ખાવાનું મન થશે અને લોકોને જોઈને નવાઈ લાગશે કે આ 600 કિલોનુ બટેટુ આ દુનિયામાં કેવી રીતે આવ્યું.

આ બટાકાના એક ભાગમાં મોટો દરવાજો બનાવવામાં આવ્યો છે, જ્યાંથી ખોલતાની સાથે જ આલીશાન હોટેલમાં એન્ટ્રી થઈ જાય છે. તમામ સુવિધાઓ સાથેની આ હોટલમાં તમને એર કંડિશન, પાવર આઉટલેટ, લક્ઝરી સોફા, બેડ સહિતની તમામ સુવિધાઓ મળશે.
બટાટા જેવી આ હોટલમાં બે લોકો એકસાથે રહી શકે છે. તેમાં એક નાનું બાથરૂમ અને રસોડું પણ છે, જ્યાં તમે રસોઈ કરી શકો છો અને જો તમે ઈચ્છો તો ભોજન પણ સર્વ કરી શકો છો.

આ હોટલના 1 દિવસના ભાડાની વાત કરીએ તો તેના માટે તમારે મોટી રકમ ખર્ચ કરવી પડી શકે છે. ભારતીય કિંમત અનુસાર, તમારે આ હોટલમાં 1 દિવસ પસાર કરવા માટે 18 હજારથી વધુ ચૂકવવા પડશે.

આ 600 કિલો બટેટા જેવી હોટલની અંદર તમને સફેદ રંગનું ઈન્ટિરિયર મળશે. તમને તેની આસપાસ સુંદર નજારો જોવા મળશે. ક્યારેક બરફની ચાદર તો ક્યારેક ચાંદની રાત વૈભવી બનાવશે.

તમે વિચારી રહ્યા હશો કે આ હોટેલને બટાકાના આકારની હોટેલ કેમ બનાવવામાં આવી, તો ચાલો તમને જણાવી દઈએ કે ઇડાહોમાં પોટેટો ચિપ્સનું ઉત્પાદન ખૂબ જ વધારે છે. તેને ધ્યાનમાં રાખીને આ રાજ્યે બટાકાના આકારની હોટેલ બનાવી.