ક્રુર મા, દિકરી પર ભૂતનો પડછાયો હોવાનું માનીને 5 વર્ષની દીકરીની આંખ કાઢી લીધી અને જીભ કાપી નાખી, હ્રદય કંપાવતી ઘટના….
ક્રુર મા, દિકરી પર ભૂતનો પડછાયો હોવાનું માનીને 5 વર્ષની દીકરીની આંખ કાઢી લીધી અને જીભ કાપી નાખી, હ્રદય કંપાવતી ઘટના….

ક્રુર મા, દિકરી પર ભૂતનો પડછાયો હોવાનું માનીને 5 વર્ષની દીકરીની આંખ કાઢી લીધી અને જીભ કાપી નાખી, હ્રદય કંપાવતી ઘટના….

કહેવાય છે કે મા તે મા બીજા બધા વગડા વા. આપણા સભ્ય સમાજમાં એવા ઘણા કિસ્સા સામે આવતા હોય છે કે જેના કારણે આપણા પગ નીચેથી જમીન સરકી જતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે બ્રાઝિલમાંથી. કે જે ઘટના સાંભળીને તમારી આંખો પણ પહોળી થઈ જશે…

મળતી માહિતી અનુસાર બ્રાઝિલમાં રહેતી એક મહિલાએ તેની પાંચ વર્ષની પુત્રીની નિર્મમ હત્યા કરી હતી. આ હત્યા એટલી ક્રુર હતી કે તમારી આંખો પણ ફાટી જશે. આ મહિલાએ પોતાની પુત્રીની હત્યા કરી નાખી હતી. પહેલા તે દિકરીની આંખો કાઢી લીધી અને પછી તેની જીપ કાપી નાખી. મહિલાને શંકા હતી કે તેની પુત્રી પર ભૂતનો પડછાયો છે.

ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે મહિલાની ધરપકડ કરવામાં આવી ત્યારે મહિલા પુત્રીના મૃતદેહની બાજુમાં બેઠીને મંત્રનો પાઠ કરી રહી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. બ્રાઝિલમાં પાંચ વર્ષની બાળકીની કરૂણ હત્યાથી બધાને ચોંકાવી દીધા હતા. છોકરીની માતાએ તેની આંખો પકડી અને તેની જીભ કાઢી હતી.

જે બાદ આ મહિલાએ તેનું માંસ ખાઈ લીધુ હતું. આ મહિલાનું નામ જોસિમારે ગોમ્સ હોવાનું સામે આવ્યું છે.. આ મહિલા તેની પાંચ વર્ષની પુત્રી બ્રેન્ડા ડા સિલ્વા અને તેના પિતા સાથે બ્રાઝિલના મારવિલ્હામાં રહેતી હતી. ઘટનાના દિવસે જોસિમારે તેની પુત્રીને બાથરૂમમાં લઈ ગઇ અને અડધો કલાક સુધી તેનું માંસ ખાતી રહી હતી.

મહિલાની ધરપકડ કરવામા આવી ત્યારે મહિલા તેની જ પુત્રીની અડધી જીભ ખાઈ લીધી હતી. પોલીસે જ્યારે મહિલાને બહાર કાઢી ત્યારે તે નશામાં હોવાનું સામે આવ્યું છએ. આમ એક માતાની આ પ્રકારની હરકત સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા.

પોલીસે મહિલાને પકડી ત્યારે જોશીમારે એ કહ્યું કે તેણે તેની પુત્રીની હત્યા કરી નથી. તેની પુત્રી જીવીત છે. તેણે ફક્ત તેની અંદર પ્રવેશી રહેલા ભૂતની હત્યા કરી છે. જેથી મહિલાને પણ હોસ્પિટલમા દાખલ કરવામાં આવી હતી. એવું કહેવાઈ છે કે સ્ત્રીને માનસિક સમસ્યાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *