ખડાઉ(પાદુકા) એટલે કે લાકડાનાં ચપ્પલ આગળ ફેલ છે આ મોર્ડન ફુટવિયર્સ, જાણો તેના વૈજ્ઞાનિક લાભ
ખડાઉ(પાદુકા) એટલે કે લાકડાનાં ચપ્પલ આગળ ફેલ છે આ મોર્ડન ફુટવિયર્સ, જાણો તેના વૈજ્ઞાનિક લાભ

ખડાઉ(પાદુકા) એટલે કે લાકડાનાં ચપ્પલ આગળ ફેલ છે આ મોર્ડન ફુટવિયર્સ, જાણો તેના વૈજ્ઞાનિક લાભ

એક જમાનો હતો કે લોકો ખુલ્લા પગે ચાલતા હતા. પણ મોર્ડન જમાનામાં તો આપણે લોકો ઘરની અંદર પણ ચપ્પલ પહેરવાનું પસંદ કરીએ છીએ. વર્તમાનમાં બજારમાં તમને પગને આરામ આપતા ઘણા પ્રકારના ચપ્પલ જોવા મળે છે. જેની કિંમત, બ્રાંડ, મટિરિયલ અને આરામ અનુસાર 100 રૂપિયાથી લઈને હજારો સુધીના હોય છે. વર્તમાન સમયથી થોડા પાછળ જઈએ એટલે કે વૈદિક કાળમાં લોકો ખડાઉ એટલે કે લાકડાના ચપ્પલ પહેરતા હતા.

ઘણા સાધુ સંતો આજે પણ ખડાઉ પહેરીને ફરે છે. ખડાઉ એટલે પાદુકા. આ પાદુકાનો ઉલ્લેખ ઘણા ધાર્મિક ગ્રંથઓમાં પણ કરવામાં આવ્યો છે. યજુર્વેદની માનીએ તો પાદુકા પહેરવાથી ઘણી બિમારીઓમાંથી મુક્તિ મળે છે. આ પાદુકા પહેરવાથી ઘણા લાભ થાય છે. આ માત્ર એ પરંપરા નથી પણ તેના વૈજ્ઞાનિક રીતે ઘણા ફાયદા છે. જે ફાયદા સાંભળીને તમે પણ આ પાદુકા પહેરવા લાગશો.

પાદુકા પહેરવાની શરૂઆત કેવી રીતે થઈ?
તમે બધાએ ગુરૂત્વાકર્ષણનો સિદ્ધાંત જરૂર વાંચ્યો હશે. જો નથી જાણતા તો બતાવી દઈએ કે પૃથ્વી પરની દરેક વસ્તુ પોતાની તરફ ખેંચે છે. જ્યારે આપણે ધરતીના સિધા સંપર્કમાં હોય છીએ ત્યારે આપણા શરીરમાંથી નીકળતી વિદ્યુત તરંગો જમીનમાં જતી રહે છે. બાદમાં ઋષિ મુનીઓએ આ તથ્યની શોધ કરી તો અન્ય તમામ પ્રકારની વસ્તુ વિદ્યુતની સુચાલક છે. એવામાં આવી વસ્તુઓથી બનેલા ચપ્પલ ન પહેરવા જોઈએ.

જેથી આઈડિયા આવ્યો કે લાકડાથી બનેલા ચપ્પલ પહેરવામાં આવે તો. કારણ કે લાકડુ વિદ્યુતનું કુચાલક હોય છે. તેથી જો આ ચપ્પલ પહેરવામાં આવે તો વિદ્યતુની સીધી તરંગો જમીનમાં જતી નથી અને આ પાદુકા તેને રોકી લે છે. જેથી આ પાદુકા પહેરવાનું શરૂ થયું હતું. ઋષી મુનીઓએ આ પાદુકા પહેરવાની શરૂઆત કરી હતી. જે બાદ ધીમે ધીમે લોકો પણ પહેરવા લાગ્યા હતા. જો કે માર્કેટમાં રબરના ચપ્પલ આવતા ગયા તેમ આ પાદુકા પહેરવાનું ઓછુ થતું ગયું હતું.

લાકડાના ચપ્પલ પહેરવાના લાભ

  • આ ચપ્પલ પહેરવાથી પગના તળિયાની માંસપેશિઓ મજબૂત બને છે. જેથી તમારા પગ વધુ સ્ટ્રોંગ બની જાય છે.
  • આ ચપ્પલ તમારા પગમાં એક્યુપ્રેશરનું કામ કરે છે. જે પગના તળિયાની જરૂરી નસ દબાવે છે. જેથી ઘણી બિમારી દુર રહે છે.
  • આ ચપ્પલ પહેરવાથી શરીરનું સંતુલન સારૂ રહે છે. જે કરોડરજ્જુ પર સકારાત્મક અસર કરે છે. આ સાથે જ ઘણી બિમારીમાંથી તમને મુક્તિ મળે છે.
  • લાકડાના ચપ્પલ પહેરવાથી બોડીનું બ્લડ સર્કુલેશન સારી રીતે થાય છે. અને શરીરમાં સકારાત્મક ઉર્જા વિકસિત થાય છે.

Leave a Reply

Your email address will not be published.