રવિવારે એટલે કે 14 માર્ચે સૂર્યનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. સૂર્ય કુંભની રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જેને મીન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસથી ખરમાસ શરૂ થઈ જશે. ખરમાસમાં લગ્ન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કામ કરવામાં આવતા નથી. ખરમાસમાં સૂર્ય ગ્રહ દેવગુરુ બૃહસ્પતિની સેવામાં રહે છે. તેને કારણે આ મહિનામાં માંગલિક કાર્યોથી બચવું જોઈએ. આવો જોઈએ ખરમાસા ક્યારે શરૂ થઈને ક્યારે પૂર્ણ થશે અને આ દરમિયા 12 રાશિઓ પર કેવી અસર પડશે
તમને જણાવી દયે કે માર્ચ મહિનામાં ખરમાસ શરૂ થઈ રહ્યું છે. આ ખરમાસ દરમિયાન તમે કોઈ શુભ કાર્યો કરી શકશો નહીં. ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખરમાસનો મહિનો ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે ખરમાસ દરમિયાન પૂજા પાઠ કરવામાં આવે તો મનુષ્યની બાધાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે. આ સાથે જ ધાર્યા મુજબ સફળતા પણ મળે છે.
ખરમાસ શું હોય છે?
જ્યારે સૂર્ય ગુરૂની રાશિમાં ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ થઈ જાય છે. કારણ કે ગુરૂ સૂર્યને કારણે નિસ્તેજ થઈ જાય છે. જેથી બધા શુભ કાર્યો જેવા કે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે ખરમાસમાં આવતા નથી. કારણ કે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે ગુરૂની હાજરી હોવી જરૂરી છે. ખરમાસ દરમિયાન કોઈ નવુ કાર્ય શરૂ કરવું પણ યોગ્ય માનવામાં આવતું નથી.
ખરમાસ ક્યારે શરૂ થાય છે?
હિન્દુ કેલેન્ડર મુજબ 14 માર્ચથી ખરમાસ શરૂ થાય છે. તમને જણાવી દયે કે જ્યારે સૂર્ય કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી ખરમાસ શરૂ થાય છે. જેથી તેને સૂર્યની મીન સંક્રાંતિ કહેવામાં આવે છે. 1 મહિના પછી એટલે કે 14 એપ્રિલે જ્યારે સૂર્ય મીન રાશિમાંથી બહાર આવશે અને મેષ રાશિમા પ્રવેશ કરશે ત્યારે ખરમાસ સમાપ્ત થશે. જ્યારે સૂર્ય ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે વર્ષમાં 2 વખત ખરમાસ આવે છે.
જાણો ખરમાસ દરમિયાન શું કરવું જોઈએ
- દરરોજ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે. અને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.
- ખરમાસમાં દાન કરવું પુણ્યકારી રહે છે. આ સમયે વ્યક્તિએ બ્રાહ્મણો, ગુરુઓ અને સાધુઓની સેવા કરવી જોઈએ. આ સાથે, આ મહિનામાં ગૌ માતાની પણ સેવા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
- ભગવાન જગન્નાથ ભગવાન શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવી ખૂબ જ ફાયદાકારક છે. જેના લીધે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
- દરરોજ સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ અને સ્નાન કરવું જોઈએ. તેમજ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. સાથે-સાથે સંધ્યા વંદન પણ કરવું જોઈએ.
જાણો ખરમાસ દરમિયાન શું ન કરવું જોઈએ
- ખરમાસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ સહિતના શુભ કાર્યો કરવા જોઈએ નહીં..
- ખરમાસમાં વધુ સમય સુધી ઉંઘી રહેવું જોઈએ નહીં. આ સમય દરમિયાન પલંગ પર ઉંઘવા કરતાં જમીન ઉંઘવું વધુ શુભ માનવામાં આવે છે.
- આ સમય દરમિયાન, કોઈને અપશબ્દ ન કહેશો, વાદ-વિવાદ દૂર રહો અને અસત્યનો ત્યાગ કરો.
- ખરમાસ દરમિયાન સાત્ત્વિકતા જાળવો. માંસ અને દારૂ સહિત કોઈપણ અન્ય માદક પદાર્થોનું સેવન ન કરો.
I read your article carefully, it helped me a lot, I hope to see more related articles in the future. thanks for sharing.