દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. જેમાં લોકો પોતાના આત્મવિશ્વાસ ખોઈ બેસે છે અને ન કરવાનું કરી બેસે છે. જો તમારા જીવનમાં આવો સમય આવે તો તમારે શાંતિથી કામ લેવું જોઈએ. આજે અમે તમને આ સમયને ટાળવાનો અથવા તો આ સમયમાં બચવા માટેના કેટલાંક ઘરેલૂં નુસ્ખા જણાવવાના છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આવા સમયે રસોઈમાં વપરાતું લવિંગ તમને ખૂબ ઉપયોગી બને છે. જ્યોતિષીય અને તંત્ર ઉપાયોમાં લવિંગ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જાણકારો અનુસાર, લવિંગના ઉપાયથી ઘણી સમસ્યાઓનું સમાધન આવે છે. તો ચલો જાણીએ લવિંગથી જોડાયેલા કેટલાંક સરળ ઉપાય
સરસવના તેલથી દીવો કરો તેમાં બે લવિંગ નાખો. બાદમાં તેનાથી હનુમાનજીની આરતી કરો. આ ઉપાય રોજ કરવાથી ખરાબ સમય ટળી જશે અને તમારી સાથે થતું અનિષ્ટ દૂર થવા લાગશે.
તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જીની અસર હોય તો રોજ સવારે કપૂર સળગાવીને તેમાં 2 લવિંગ નાંખી તેનું ધૂપ કરીને ઘરમાં ફેરવો. દુકાન અને ઓફિસમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.
જો કોઈ જરૂરી કામમાં સફળતા મેળવવા માંગો છો તો, એક લીંબુ પર 4 લવિંગ લગાવો અને ઓમઃ શ્રી હનુમતે નમઃ મંત્રનો 21વાર જાપ કરો. તેનાથી તમારા અટવાલેયા કામનું નિવારણ આવશે.
મંગળવારે બજરંગ બાણનો પાઠ કરો અને હનુમાનજીનો લાડવાનો ભોગ ધરાવો. ત્યારબાદ 5 લવિંગ પૂજા સ્થાને પર દેશી કપૂર સાથે સળગાવો. ત્યારબાદ ભસ્મથી તિલક કરો. આ પ્રયોગ કરવાથી તમારા શત્રુઓ પર તમે વિજય મેળવશો.