એક ઇન્ડોનેશિયાની મહિલાએ આવો વિચિત્ર દાવો કર્યો છે, જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. મહિલાનો દાવો છે કે, તે હવા દ્વારા ગર્ભવતી થઈ છે. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં મહિલાએ કહ્યું હતું કે. તેણે કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધ્યા નથી. છતાં તે ગર્ભવતી થઈ ગઈ છે.
15 મિનિટમાં થઈ પ્રેગ્નેન્ટ !
મહિલાના આશ્ચર્યજનક દાવા મુજબ, તે બપોરે પ્રાર્થના કર્યા પછી તે તેના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. અચાનક તેને લાગ્યું કે તેના શરીરમાં હવા પ્રવેશી રહી છે, અને ઘટનાની 15 મિનિટ પછી તેના પેટમાં દુખાવો થવા લાગ્યો. તેનું પેટ અચાનક મોટું થવાનું લાગ્યું. એટલે મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો.

પોલીસે શરૂ કરી તપાસ
મહિલાની વિચિત્ર કહાણી થોડાક જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. ત્યારબાદ સ્થાનિક કોમ્યુનિટી ક્લિનિકના વડા મહિલાની આ મામલે પૂછપરછ કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમને ખબર પડી કે મહિલાના લગ્ન થઈ ગયા છે. હવે તે તેના પતિથી અલગ રહે છે. તેની પાસે પહેલેથી જ એક બાળકી છે.
કોમ્યુનિટી ક્લિનિકના વડા, ઇમાન સુલેમેને કહ્યું, ‘તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, માતા અને બાળક સ્વસ્થ છે. સામાન્ય ડિલિવરી થઈ છે. બાળકનું વજન 2.9 કિલો છે. સુલેમેને કહ્યું કે આ ‘ગુપ્ત ગર્ભાવસ્થા’ નો કેસ લાગે છે, જેમાં સ્ત્રીને ડિલિવરી પહેલાં ગર્ભાવસ્થા પણ નથી થઈ. સ્થાનિક પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાના અગાઉના લગ્ન સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
CBD Bath https://www.charlottesweb.com/all-charlottes-web-hemp-cbd-supplements/cbd-gummies
Has anybody ever shopped at San Jose Vape Vape Shop in 10971 Garden Grove Blvd Suite B?
Very good post. I’m dealing with some of these issues as well..
This is really interesting, You are an overly professional blogger.