સામાન્ય રીતે ફક્ત પુરુષો જ ખુલ્લેઆમ અશ્લીલ ઈશારા કરતા જોવા મળે છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં, 30 વર્ષીય મહિલા ખુલ્લેઆમ જાહેર સ્થળ પર અશ્લીલ ઈશારા કરતી જોવા મળી હતી. આ હરકતના મહિલાને એટલી મોટી કિંમત ચૂકવવી પડી કે મુઝફ્ફરનગર કોર્ટે તેને બે દિવસની જેલ અને 5000 રૂપિયા દંડની સજા ફટકારી હતી.
પોલીસે આ મહિલાને મુઝફ્ફરનગર જિલ્લાની નવી મંડીમાં રંગેહાથ ઝડપી હતી. તેની પર આરોપ છે કે, મહિલા છોકરાઓને અશ્લીલ ઇશારાથી બોલાવતી હતી. આ માલે મુઝફ્ફરનગર કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રશાંતકુમાર સિંહે મહિલાને 2 દિવસની જેલની સજા સંભળાવી હતી. આ સાથે મહિલા પર પાંચ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે.

કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો મહિલા સમયસર 5000 રૂપિયા દંડની રકમ ચૂકવશે નહીં, તો તેને વધુ 7 દિવસ જેલમાં રહેવું પડશે. આ સમગ્ર મામલો નવી મંડી કોતવાલી વિસ્તારનો હોવાનું જણાવાઈ રહ્યું છે. અહીં સહવલી ગામ નજીક ગટરના પાસે 3 મહિલાઓ અને 2 પુરુષો જાહેરમાં અશ્લીલ પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા.
આ દરમિયાન એસઆઈ બલેન્દ્રસિંહ ત્યાં પેટ્રોલિંગ કરતાં-કરતાં ત્યાં પહોંચ્યા હતા. તેમણે આરોપીઓને જાહેરમાં અશ્લીલ હરકત કરતાં રંગેહાથ ઝડપ્યાં હતા. ત્યારબાદ તેમણે આરોપી વિરુદ્ધ મુઝફ્ફરનગર પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 294 (જાહેર સ્થળે અભદ્ર કાર્ય) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
બાદમાં બે મહિલાઓ અને બે પુરુષોની ફાઇલ અલગ કરી દેવામાં આવી હતી. પરંતુ ત્રીજી મહિલા વિરુદ્ધ પૂરતા પુરાવા અને સાક્ષીઓ મળ્યા બાદ તે ફસાઈ ગઈ હતી. મુઝફ્ફરનગર મ્યુનિસિપલ કોર્ટે બુધવારે મહિલાને અભદ્ર કૃત્ય કરવાના ગુનામાં સજા ફટકારી છે.
હવે આ આખો મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. જેણે પણ આ સાંભળ્યું તેને આશ્ચર્ય થયું હતું. કારણ કે, મહિલાઓ ભાગ્યે જ જાહેર સ્થળોએ આવી અશ્લીલ કૃત્યો કરતી જોવા મળે છે. સામાન્ય રીતે પુરુષોનું નામ વારંવાર જોવા મળે છે.
છોકરો હોય કે છોકરી, નિયમ બધા માટે સમાન છે. જેમ છોકરાઓએ છોકરીઓને અશ્લીલ હરકતો કરવી તે ખોટું છે, તેમ છોકરીઓ પણ છોકરાઓને અશ્લીલ હરકતો કરે તો તે પણ યોગ્ય નથી.એટલે સજા બંને સંજોગોમાં સમાનરૂપે મળવી જોઈએ.