ખોદકામ દરમિયાન મજુરના હાથમાં લાગી 216 સ્વર્ણ મુદ્રાઓ, બજારમાં વેંચવા જતાં જ કાંડ થઈ ગયો….
એક જગ્યા પર ખોદાકામ દરમિયાન સોનાના સિક્કા બે વ્યક્તિના હાથમાં લાગ્યાં હતા. જે તેઓ સરકારથી છુપાવીને વેંચવાની કોશિશ કરી રહ્યાં હતા પણ તેઓ તેમાં અસફળ રહ્યાં હતા અને તેઓને પોલીસે પકડી પાડ્યા હતા. આ ઘટના મહારાષ્ટ્રના પુણેમાં આવેલ પિંપરી ચિંચવાડના ચિખલી વિસ્તારની છે. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર કંસ્ટ્રક્શન સાઈટ પર ખોદકામ દરમિયાન 216 સ્વર્ણ મુદ્રાઓ મળી આવી હતી. જે તેને છુપાવી લીધી હતી. તેમને એવું વિચાર્યું કે કોઈને જાણ કર્યાં વગર બજારમાં વેંચીને પૈસા કમાઈ લેશે. પણ તેઓ પોલીસની ઝપેટમાં ચડી ગયા હતા.
ઝુંપડીની તપાસ કરતા હકિકત સામે આવી
પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે સમગ્ર ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે ખોદકામ દરમિયાન 216 સ્વર્ણ મુદ્વાઓ જપ્ત કરવામાં આવી છે. સિક્કાની તપાસ કરવા પર જાણવા મળ્યું કે સિક્કા મુગલકાલીનના છે. આ સિક્કાઓની કિંમત લગભગ 70 હજાર રૂપિયા છે. સિક્કાનું કુલ વજન 2357 ગ્રામ છે. પોલીસ નાયક જમીર તંબોલીને જાણકારી મળી હતી કે વિઠ્ઠલનગર ઝુગ્ગીમાં રહેનાર સદ્દામ ખાન પઠાન નામનો એક વ્યક્તિ કેટલાક સોનાના સિક્કા લઈને બજારમાં વેંચવા માટે આવ્યો હતો. તે વ્યક્તિ પર શંકા જતાં વેપારીએ તેનો પીછો કર્યો હતો. અને તેની ઝુંપડીની તપાસ કરી હતી. જ્યાં ઘણા સિક્કા મળી આવ્યાં હતા. પૂછપરછ દરમિયાન તેને સમગ્ર હકિકત જણાવી હતી.
સિક્કા વેંચી પૈસા કમાવવા માંગતા હતા
પઠાને પોલીસને જણાવ્યું હતું કે તેમના સસરા મુબરક શેખ અને સાલે મેવના ઈરફાન શેખને પુણેની એક કંસ્ટ્રક્શન સાઈઠ પર ખોદકામ દરમિયાન સિક્કા મળ્યાં હતાં. બંને મજુરી કરી રહ્યાં હતાં. આ સિક્કાઓ વિશે કોઈને ખબર ન હતી. એવામાં કોઈને આ વિશેની જાણ કરી ન હતી. પઠાણ અનુસાર મુબારક શેખ અને સાળા મેવના ઈરફાન શેખના કહેવા પર તેને સિક્કા બજારમાં વેંચવાની કોશિશ કરવામાં આવી રહી હતી. આ મજુરો સિક્કા વેંચીને પૈસા કમાવવા માંગતા હતાં.
સિક્કાઓ 1720થી 1750 એટલે કે ઔરંગજેબના શાસનકાળના છે
આ મામલે આરોપીઓએ સદ્દામ પઠાણ અને મુબારક શેખની અટકાયત કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે. જેની શોધ પોલીસ કરી રહી છે. જાણકારી અનુસાર આ સિક્કા મુગલકાલીન વખતના બતાવવામાં આવી રહ્યાં છે. આ સિક્કાઓ 1720થી 1750 એટલે કે ઔરંગજેબના શાસનકાળના છે. એવી મુદ્રાઓ રાજસ્થાનના જયુપરમાં બનાવવામાં આવતી હતી. તેમાં ઉર્દુ અને અરબી ભાષામાં ખલેલું છે. આ મુદ્રાઓને પુરાત્તવ વિભાગને સોંપવામાં આવી છે. કન્ટ્રક્શન સાઈટની તપાસ પણ કરવામાં આવી રહી છે.