લગ્નનું નામ સાંભળતા જ કેટલાક લોભી લોકોના મગજમાં દહેજ શબ્દ ગુંજવા લાગે છે. લોકો દીકરીના પિતા પાસેથી ટીવી-ફ્રિજથી લઈને ગાડી સુધીની તમામ વસ્તુઓ માંગે છે. જો કે, દહેજ માટે દરેકને લોભ હોતો નથી. કેટલાક છોકરાઓ એવા પણ છે જેમણે ફક્ત છોકરીની ખુશી માટે લાખો રૂપિયા પાણીમાં ખર્ચી નાખ્યા હોય. આજે અમે તમને આવી એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યાં છે.

રાજસ્થાનના સીકર જિલ્લાના નીમકથાણા વિસ્તારમાં આવેલા લાખા ગામની નંગલમાં આ ઘટના જોવા મળી હતી. જેમાં સસરાએ તેની ભાવિ પુત્રવધૂની ઇચ્છા પૂરી કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા. કન્યાએ આજદિન સુધી કોઈ હવાઈ મુસાફરી કરી નહોતી. તે એકવાર હવાઈ મુસાફરી કરવા માંગતી હતી. તેની ઈચ્છા પૂરી કરવા માટે સાસરિયાઓએ 3 લાખ રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું. ત્યારબાદ છોકરીની હૉલિકૉપ્ટરમાં વિદાય કરવામાં આવી હતી.

નાંગલમાં રહેતા ટાઇલ્સ કોન્ટ્રાક્ટર કૃષ્ણ કુમારનો પુત્ર રાહુલ કુમાર સેનામાં કારકુન છે. તાજેતરમાં જ તેણે સરદારપુરા ગામના નિવૃત્ત સૈન્ય અધિકારી વિરેન્દ્ર કુમારની પુત્રી મોનિકા સાથે સગાઇ કરી હતી. 2020 માં બંનેના લગ્ન થવાના હતા, પરંતુ લોકડાઉનને કારણે આવું થઈ શક્યું નહીં. રાહુલને તે સમયે લોકડાઉનમાં રાજ આપવામાં આવી નહોતી.જેના કારણે તેમના લગ્નમાં વિલંબ થયો હતો.
જો કે, આ દરમિયાન રાહુલ અને મોનિકા વચ્ચે ફોનથી વાતચીત થતી હતી. એકવાર રાહુલે મોનિકાની ઇચ્છા પૂછતાં મોનિકાએ જવાબ આપ્યો હતો કે, તેણે આજ સુધી કોઈ હવાઈ મુસાફરી કરી નથી. બાદમાં રાહુલે મોનિકાની ઇચ્છા પૂરી કરવા માટે દિલ્હીથી હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું.

રાહુલે મોનિકાને સરપ્રાઈઝ આપાવા માટે 3 રૂપિયામાં હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું. 15 ફેબ્રુઆરીએ તેમના લગ્ન થયા અને જ્યારે વિદાયની વેળા આવી ત્યારે અચાનક હેલિકોપ્ટર જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. આ સરપ્રાઈઝ જોઈને મોનિકા ભાવુક થઈ ગઈ હતી અને તેના ચહેરા પર પરિવારની છોડવાની સાથે એક પરિવારને મેળવવાની ખુશી જોવા મળી હતી.
પરિવારને અલવિદા કહેતી વખતે મોનિકાનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો હતો. આ પછી, તે ખુશીથી હેલિકોપ્ટરમાં બેસીને સાસરીમાં ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગામમાં હેલિકોપ્ટર ઉતારવા માટે એક વિશેષ હેલિપેડ પણ બનાવવામાં આવ્યું હતું.