કહેવાય છે કે, પ્રેમ આંધળો છે. જ્યારે તમે કોઈને સાચા દિલથી પ્રેમ કરવા લાગો છો ત્યારે તમે તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો. તેની ખરાબ આદતોને અવગણવા લાગો છો. જે ભવિષ્યમાં તમારા જ દુઃખનું કારણ બને છે. આવી એક ઘટના તુર્કીમાં જોવા મળી છે. જ્યાં 32 વર્ષીય સેમેરા એસેલને પ્રેમ કરવાની એવી સજા મળી છે કે, તેનું મોત જોઈને તમારી રૂહ પણ કાંપી ઉઠે. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના…

સેમેરા એસેલ તેના 40 વર્ષીય પતિ હકન આઈસલ સાથે બટરફ્લાય વેલી ગઈ હતી. તે સમયે તે 7 મહિને ગર્ભવતી હતી. ડુંગર પર પહોંચતાં પતિએ તેની ગર્ભવતી પત્ની સાથે ઘણી સેલ્ફી લીધી હતી. આ દરમિયાન સેમેરા ખૂબ ખુશ હતી. પણ પત્નીને શું ખબર હતી કે, પતિના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
સેમેરાના પતિએ તેને સેલ્ફી લેવાના બહાને ટેકરી પર બોલાવીને પછી તેને ધક્કો મારી દીધો હતો. જી હા…સેમેરાના પતિએ એક પળ પણ વિચાર્યા વગર પોતાની પત્નિ અને અજાત બાળકને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ઘટનાની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, સેમેરાના પતિએ આ ગુનો સેમેરાના જીવન વીમાની રકમ રૂપિયા 36 લાખ મેળવવા માટે કર્યો હતો. તેનો પ્લાન હતો કે, પત્નીની મોતને અકસ્માત ગણાવીને વીમા કંપની પાસેથી રકમ વસૂલશે. આ ઘટના વર્ષ 2018ની છે. કહેવાય છે કે, આરોપી ગમે તેટલો હોશિયાર કેમ ન હોય,પણ કોઈને કોઈન સબૂત તો છોડી જ દે છે.આવું જ આ ઘટનામાં પણ જોવા મળ્યું હતું
જ્યારે સેમેરાનો પતિને પત્નીના મોતની ખુશી મનાવી રહ્યો હતો ત્યારે એક વીડિયો અચાનક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડિયોમાં એક પ્રવાસી દ્વારા લેવામાં આવ્યો હતો. જ્યારે આ વ્યક્તિ તેની સગર્ભા પત્નીને પહાડી પરથી નીચે ધકેલી રહ્યો હતો. તે ઘટના આ વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.
ઓરોપી ગુનો કરતા ભૂલી ગયો હતો કે, આ પર્યટન સ્થળ પર અન્ય પ્રવાસીઓ હતા. જે ત્યાં એમની સાથે હતા. આ વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને સેમેરાના પતિની ધરપકડ કરી હતી.
આ કેસની સુનાવણી થઈ ત્યારે ન્યાયાધીશે તેની પત્નીની હત્યાના આરોપસર તેને સખત જેલની સજા સંભળાવી હતી. આ ઘટના વિશે સાંભળનારા દરેક વ્યક્તિએ તેનું હૃદય હચમચાવી નાખ્યું હતું. જેને લોકોને વિચારવા મજબૂર કરી દીધા હતા કે,, કોઈ પોતાના જીવનસાથી આવું કેવી રીતે કરી શકે છે…?