અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, ગાય અને ભેંસનું દૂધ પીવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. વિટામીનમાં વધારો છે સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પરંતું શું તમે ક્યારે ઊંટડીના દૂધથી થતાં ફાયદા વિશે જાણ્યું છે. જી હા.. આજે અમે તમને ઊંટડીના દૂધ વિશે વાત કરવાના છે. જી હા.. ઊંટડીના દૂધથી ચમત્કારી લાભ થાય છે. જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો…
તમને જાણીને નવાઈ પણ આ હકિકત છે કે, ગાય અને ભેંસના દૂધ કરતા ઊંટડીના દૂખમાં વધુ માત્રા્માં આર્યન, ઝિંક, પોટેશિયમ, કોપર, સોડિયમ અને મેગ્નેશિયમ હોય છે. ઊંટડીના દૂધમાં ગાયના દૂધ કરતા વિટામિનA અને B2 લેવલ્સ વધારે હોય છે. તેમાં પ્રોટીન પણ વધુ માત્રામાં હોય છે. આવો જાણીએ ઊંટડીના દુધના ફાયદા વિશે..
ઊંટડીનુ દૂધ ડાયાબિટીઝના રોગીઓ માટે રામબાણ ઇલાજ છે. ઊંટડીના 1 લિટર દૂધમાં 52 યૂનિટ ઇન્સુલિન મળી આવે છે, જે અન્ય પશુઓના દૂધમાં મળતી ઇન્સૂલિન કરતા વધારે છે. ઇન્સૂલિન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેના સેવનથી વર્ષોનો ડાયાબિટીઝ મહિનાઓમાં ઠીક થઇ જાય છે.
ઊંટડીના દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે, જેના સેવનથી હાડકાઓ મજબૂત થાય છે, તેમાં મળતું લેક્ટોફેરિન નામનું તત્વ કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. આ દૂધ પીવાથી લોહીની ટોક્સિન્સ પણ દૂર થાય છે અને લિવર પણ સાફ થાય છે.
ગાય-ભેંસના દૂધની સરખામણીએ ઊંટડીનું દૂધ લો ફેટ છે. તેને કારણે શરીરમાં ફેટ વધતી નથી આથી કોલેસ્ટ્રોલ સમસ્યા પણ નથી થતી અને વજન પણ ઘટવા માંડે છે. તેમાં ઇન્સ્યૂલિન હોય છે અને શરીર માટે જરૂરી મોટાભાગના પોષકતત્વો હોય છે.
જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમને સામાન્ય રીતે દૂધ પીવાની ના પાડવામાં આવે છે. તેમને જાણીને નવાઇ થશે કે ઊંટડીના દૂધમાં કોલેસ્ટ્રોલ લેવલ નીચુ હોય છે. તેમાં રહેલા પ્રોટીન અને કાસેઈન્સને કારણે તે શરીરમાં હીલીંગ માટે જરૂરી તમામ પોષકતત્વો પૂરા પાડે છે.
ઊંટડીનું દૂધ પીતા લોકો લાંબો સમય સુધી જવાન દેખાય છે. તેમાં આલ્ફા હાઈડ્રોક્સિલ એસિડ રહેલું હોય છે જે ત્વચા પરની કરચલી દૂર કરે છે અને ઉંમર વધતી અટકાવે છે.
જે બાળકોને અમુક પ્રકારના ખાદ્યપદાર્થોથી એલર્જી રહેતી હોય તેમના માટે ઊંટડીનું દૂધ અક્સીર ઇલાજ છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ, ઊંટડીનુ દૂધ કોઇપણ સાઇડઇફેક્ટ વગર એલર્જી સામે શરીરને લડવાની ક્ષમતા આપે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શરીરને હાનિ પહોંચાડનારા તત્વો અને રોગ ફેલવાનારા તત્વો સામે શરીરને લડવાની ક્ષમતા આપે છે
Your article is very helpful to me, I will bookmark your website so that I can read it better in the future.