મેષ રાશિ :
આજનો દિવસ તમારા માટે ખુબ શુભ રહેશે. તમારું સ્વાસ્થ્ય સુધરશે. એટલું જ નહીં આજથી તમે પૈસાની બાબતમાં પણ ખુબ ભાગ્યશાળી રહેશો. તમારી આવકમાં વધારો થશે અને પૈસા આવશે. કોઈપણ જગ્યા પર અટવાયેલા તમારા પૈસા પણ પરત આવશે. નોકરીમાં તમારી બઢતી થસે તો કેટલીક નવી નોકરી તકો પણ તમારી રાહ જોઈ રહી છે. આ દિવસ તમારી લવ લાઈફમાં થોડો નબળો દેખાય છે. જેથી ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે, પરણેલા લોકો પોતાના પાર્ટનર સાતે કોઈ વાતને લઈને વિવાદ ન કરે. અને શાંતિથી સમાધાન કરે.
મિથુન રાશિ :
તમારી કિસ્મતના તારલીયા તમારી કિસ્મતને ચાંદની જેમ ચમકાવશે. જેથી આપનું અને આપના પરિવારના સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ થશે અને તમને કેટલીક મુશ્કેલીઓમાંથી મોટી રાહત મળશે. આજે તમને થોડીક માનસિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વિવાહિત જીવનમાં આજે તમારી પત્ની કે, પતિ તમને પ્રિય વસ્તુઓની ભેટ આપીને ખુશ રાખવાનો પ્રયાસ કરશે.. અને કોઈપણ કાર્યમાં તમને સપોર્ટ કરશે.
વૃષભ રાશિ :
બુધવારથી તમારા જીવનમાં ખુશીઓની શરૂઆત થશે. પારિવારિક જીવન સુખી રહેશે. તો પરણેલા લોકોના જીવનમાં રોમેન્સની શરૂઆત થશે. સાથે જ તેઓ પોતાની પત્ની સાથે બહાર ફરવા જવાનું વધું પસંદ કરશે. તમારા મિત્ર-સખા તરફથી તમને ખુબ સારા સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. નોકરી-ધંધામાં બઢોતરી થશે. તો ઓફિસમાં તમારો બોસ તમારા વખાણ પણ કરી શકે છે. સારામાં સારો લાભ થવાની સંભાવના છે. આજે તમારી કિસ્મત ચમકી રહી છે. તમારી તમામ ઈચ્છા અને મનોકામના પૂર્ણ થશે.
કર્ક રાશિ :
આજથી તમારી કિસ્મત ચમકશે. સાથે જ તમારા જીવનમાં ખુશીઓનો કોઈ પાર નહીં રહે. તમારી પ્રેમ લાઈફર માટે આજે તમે ખુબ સમય પસાર કરશો અને તમારા પ્રિયતમા સાથે સમય વિતાવશો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન પણ ખુશ રહેશે અને તેઓ તેમના જીવનસાથી સાથે વાત કરીને તેમના મનને જાણવાનો પ્રયત્ન કરશે. કોઈ ખાસ મુદ્દા પર તેમના એકબીજાની સહમતી જાણવાનો પ્રયત્ન કરશે. તમાારા બાળકો આજે આજનો દિવસ ખુબ સારો રહેશે. તેમનું સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. ધંધા-વ્યવસાયમાં પણ આજે તમને સારી તકો મળી શકે છે. જો નકરી કરતા હોય તો બોસના ગુસ્સાનો થોડો સામનો કરવો પડી શકે છે. પરંતુ તે તમારા ભલા માટે જ હશે.
સિંહ રાશિ :
આજે તમારા માટે જીલનમાં ખુશીઓનો પાર નહીં રહે. તમે પોતાના પરિવાર સાથે વધારે સમય પસાર કરશો અને ઓફિસના કામકાજ પછી ઘરના સભ્યો સાથે બહાર ફરવા અને જમવા પણ જશો. ગમે તેટલી ઉતાવળમાં હશો. અને ઝડપી રીતે કોઈ કામ કરશો તો પણ તેમાં તમને સફળતા મળશે. પારિવારિક સુખ અને શાંતિ તમને ખુશીઓની અનુભૂતી કરાવશે. લગ્ન જીવનમાં કંઇપણ કહેવાથી તમારા પાર્ટનર ગુસ્સે થઈ શકે છે.
કન્યા રાશિ :
ગ્રહોની દશા-અને દિસા તમારા તરફી છે. જેથી તમારું સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. તમારી કિસ્મત પણ તમારો સાથ આપશે. જેના કારણે ઓછી મહેનત અને વધારે નફો મેળવી શકશો. એટલું જ નહીં તમારા અને મહત્વના કામ પણ આજથી પૂર્ણ થઈ જશે. કોઈ ધાર્મિક યાત્રા પર જવા માટે તૈયારી પણ કરી શકો છો. તેનો લાભ તમારા જીવનમાં સારો રહેશે. પરણિત લોકો લગ્ન જીવન વિશે કંઇક નવીનતા અનુભવશે અને જીવન સાથી સાથે ભવિષ્યને લઈને કોઈ સારું પ્લાનિંગ કરશે. પ્રેમ લાઈફ જીવતા લોકો આજે તેમના પ્રિયજનો સાથે ખરીદી પર જઈ શકે છે. વેપારી અને બિઝનેશ મેન લોકોને આજથી થોડી દોડધામ કરવી પડી શકે છે.
તુલા રાશિ :
ગ્રહનો ચાલ આજેથી થોડો સમય તમને તમારા આરોગ્ય પર ધ્યાન આપવા દબાણ કરશે. અયોગ્ય અને હાનીકારક ખોરાક તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. જેથી તમારે સ્વાદ કરતાં તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. પારિવારીક અને ઘરનું વાતાવરણ સારું રહેશે. ઘરવાળાઓ તમને સમજાવી તમારા કાર્યમાં સપોર્ટ કરશે. તમારા ધંધામાં કે નોકરીમાં તમે ઝડપી ગતિએ કામ કરવાનો પ્રયાસ કરશો. લવ લાઈફ તમારાથી તમારા પ્રિયજન ખુશી અનુભવશે. તે તમને તમારા દરેક કાર્યમાં સપોર્ટ કરશે. જોકે પરણિત લોકોએ પોતાના જીવન સાથી કે, સંગીનીના ગુસ્સાનો થોડો સામનો કરવો પડશે. પરંતુ તેનાથી તમારી લાઈફમાં કોઈ નુકસાની નહીં પહોંચે.
વૃશ્ચિક રાશિ :
આજે ગ્રહોનું પરિવહન તમારા માટે અને તમારા પરિવારના સભ્યો માટે શાઅનુકૂળ રહેશે. તમને તમારી આસપાસ આજે કેટલીક સારી વસ્તુઓ જોવા મળશે. ઘરના લોકો પણ ખુશ રહેશે. જે તમને ખુશીઓ આપશે. પરણિત દંપતિઓ તેમના લગ્ન જીવનમાં પ્રેમ અને રોમેન્સનો આનંદ માણશે અને જીવનસાથીની કારકિર્દીને આગળ વધારવાની દિશામાં થોડા પ્રયાસો કરશે. જ્યારે પ્રેમ લાઈફ સાથે જોડાયેલા લોકોને પણ આજે શુભ સમાચાર મળશે.
ધન રાશિ :
ગ્રહનો દીશા પ્રમાણે, આગામી અઠવાડીયામાં તમે થોડો વધુ ખર્ચ કરશો. જેના કારણે તમારે થોડો સંઘર્ષ સહન કરવો પડશે. તમારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ કરવો પડશે. કેટલાક ખર્ચ પણ બિનજરૂરી હશે, જે તમારી થોડી મુશ્કેલી વધારશે. જોકે જાવક સામે તમારી આવક સારી રહેશે. જેથી મુશ્કેલીમાં પણ તમને થોડી રાહત તો મળશે. જોકે આજના દિવસે તમને તમારા બાળકો અને પત્ની તરફથી કાંઈક સારુ પણ સાંભળવા મળી શકે છે. લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહશે. પરંતુ પ્રિયજન સાથે થોડા તીખા ટકરાવ સાથે ચિંતા વધશે. પણ શાંતિથી સમજાવવા પર તેનું સમાધાન અચૂક મળશે.
મકર રાશિ :
આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. પૈસાની આવક થતા તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે. તમને લવ લાઈફમાં આનંદ પણ મળશે અને સારી-સારી વાતો પણ કરશો. જેથી તમારો પ્રિય કે, પ્રિયતમાં ખુશ રહેશે. તમે ભવિષ્યને લઈને પણ થોડું આગળ વિચારી યોજનાઓ બનાવશો, ઘરનું વાતાવરણ પણ એરન્જીથી ભરપુર રહેશે. તમે તમારા પ્રિયજનોને ટેકો આપશો. વિવાહીત જીવનમાં પણ શાંતિનો અહેસાસ થશે. તમને તમારી પત્ની તરફથી સારા સમાચાર પણ મળી શકે છે. જે તમારી આવનાર પેઢીને લઈને હોઈ શકે છે.
કુંભ રાશિ :
તમારા ગ્રહોની ચાલ એવા સંકેત આપી રહી છે કે, આજનો દિવસ તમારા માટે થોડી મુશ્કેલીઓ સાથે ખુશી ભર્યો પણ રહેશે. કારણ કે, આજે તમને અનેક અટકી પડેલા કામોમાં સફળતા મળશે. એટલું જ નહીં કોઈ જગ્યાએ તમારા પૈસા અટક્યા છે તો તે પણ પરત મળી શકે છે. તમે પરિવારને પણ સમય આપી શકશો અને પરિવાર સાથે પ્રેમ ભરી વાતો સાથે ભવિષ્યને લઈને સારા પ્લાનિંગ પણ બનાવી શકશો. જેમાં તમે સફળતા પણ પ્રાપ્ત થશે, જીવનમાં થોડી પરેશાનીઓનો અનુભવ કરશો પણ તમારા માટે મિત્ર સાથે વાત કરશો તો તેનું સમાધાન પણ અચૂક મળશે. તમારા પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવો જરૂરી રહેશે. પ્રેમ લાઈફ જીવતા જોડાવને થોડી સાવધાની રાખવી પડશે. કારણ કે, કોઈ તેમના પ્રેમમાં વિઘ્ન પાડી શકે છે.
મીન રાશિ :
આજથી તમારા જીવનનો એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. દિવસ તો સારો રહેશે જ પરંતુ તેની સાથે-સાતે તમારા ધંધામાં તમારા બિધનેશમાં તમને સારી તરક્કી મળશે. તમે તમારા જીના મિત્રો સાથે આજે સારો સમય પણ પસાર કરી શકશો. જોકે આ બધી બાબતો વચ્ચે આજે તમારા ખિસ્સાનું ભારણ વધશે. કારણ કે, તમે પૈસાનો ખર્ચ કરી શકો છો. પરંતુ પરિણામ તમને સારું મળશે. નોકરીમાં બોસ તમારાથી ખુશ થશે. અને આવનાર સમયમાં તમારી બઢતી પણ થવાના આસાર છે. લગ્ન જીવનમાં પણ થોડી મુશ્કેલીઓનો અહેસાસ થશે. પરંતુ તમારી પત્ની તમારા પર અને તમારા ગુસ્સા પર પ્રેમથી કાબૂ મેળવી લેશે.