ગુલાબી શાળી પહેરી અભિનેત્રીએ શાળંગપુર હનુમાનજીના દર્શને પહોંતી, નમન કરી એવું કહ્યું કે...
ગુલાબી શાળી પહેરી અભિનેત્રીએ શાળંગપુર હનુમાનજીના દર્શને પહોંતી, નમન કરી એવું કહ્યું કે…

ગુલાબી શાળી પહેરી અભિનેત્રીએ શાળંગપુર હનુમાનજીના દર્શને પહોંતી, નમન કરી એવું કહ્યું કે…

સાળંગપુર હનુમાનજી પર વિશ્વભરના લોકોને આસ્થા છે. અને અહીં રોજ કોઈને કોઈ નેતા, અભિનેતા અને હજારો ભક્તો હનુમાનજીના દર્શન કરી આશિર્વાદ મેળવવા માટે આવે છે. છેલ્લા થોડા સમયની અંદર બોલીવુડના ઘણા બધા સેલેબ્સ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે અને ચાહકો પણ તેમને જોઈને ખુશ ખુશાલ બની ગયા છે, થોડા સમય પહેલા જ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ પાવાગઢમાં મા મહાકાળી માતાના દર્શને આવી પહોંચ હતી અને તેને જોવા માટે પણ તેના ચાહકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. માધુરી દીક્ષિત કોઈ શૂટિંગ માટે પાવાગઢ આવી હતી. આ દરમિયાન તે સાળંગપુર ખાતે દર્શને આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની મુલાકાતે ઘમાબધા સેલિબ્રિટી આવતા હોય છે. દેમાં કોઈ ફરવા માટે આવતા હોય છે તો કોઈ પોતાની ફિલ્મના સુટિંગ માટે થોડા દિવસ પહેલા જ દીપિકા પાદુકોણ પણ સુરતમાં એક સાડીની બ્રાન્ડના શૂટિંગ માટે સુરત એરપોર્ટ ઉપર આવી હતી, ત્યારે હાલમાં બૉલીવુડ, કન્નડ અને ભોજપુરીની ખ્યાતનામ અભિનેત્રી અર્ચના ગુપ્તા પણ ગુજરાતની મુલાકાતે આવેલી જોવા મળી.

અભિનેત્રી અર્ચના ગુપ્તા બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે પરિવાર સાથે આવી પહોંચી હતી.. અર્ચનાએ દાદાના ચરણો સામે પોતાનું શિશ જુકાવ્યું હતું. અને દાદાનો ધન્યવાદ માન્યો હતો. કારણ કે, તસવીરોમાં તો દાદાના દર્શન ખુબ કર્યા હતા. પરંતુ આ રીતે સાક્ષાત સાળંગપુર આવીને દાદાના દર્શન કરવાનો આ પહેલો મોકો મળ્યો હતો.

અહીં હનુમાનજીના દર્શન દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, “ગુજરાતની પ્રજા બહુ જ માન સન્માન અને પ્રેમભાવથી આવકારે છે. આપે છે, અહીં આવ્યા બાદ મને ખુબ પ્રેમ મળ્યો” આ ઉપરાંત તેને ગુજરાતીમાં જ “કેમ છો ?” કહીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. અર્ચનાને જોવા માટે પણ મોટી સંખ્યામાં ચાહકો સાળંગપુર મંદિરમાં આવી પહોંચ્યા હતા. તો અહીં અર્ચનાએ પોતાના ચાહકો સાથે ઘણાબધા ફોટો પણ પડાવ્યા હતા.