ભલે તમે કોઈ મહેલમાં રહેતા હોય, પરંતુ જો તે મહેલમાં કંઈપણ વાસ્તુની વિરુદ્ધ હોય, તો તમારે આખી જીંદગી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું મહત્વ જણાવાયું છે. જો કંઈપણ વાસ્તુ અનુસાર ન હોય તો તે વ્યક્તિના જીવનને અસર કરે છે. તમે વાસ્તુ અનુસાર યોગ્ય દિશાનો ઉપયોગ કરીને જીવનમાં પ્રગતિ મેળવી શકો છો. તો આવો જાણીએ વાસ્તુ મુજબ કઈ વાતોનું રાખવું જોઈ ધ્યાન…
ઉત્તર દિશા – ઉત્તર દિશાને ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે, આ દિશામાં કબાટો અને તિજોરી રાખવી ખૂબ જ શુભ છે. આ દિશામાં બીજું કંઈપણ રાખશો નહીં.
પૂર્વ દિશા – સૂર્ય ભગવાન અને ઇન્દ્ર દેવ પૂર્વ દિશાના સ્વામી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ દિશાનું સ્થાન ખાલી રાખવું જોઈએ. ઘર બનાવતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે સૂર્યનાં કિરણો ઘરમાં આવવા જ જોઈએ.
દક્ષિણ દિશા – ઘરની સૌથી ભારે ચીજો દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. આ દિશાને ક્યારેય ખાલી ન રાખો. ભૂલથી પણ આ દિશામાં બાથરૂમ અથવા શૌચાલય બનાવશો નહીં. આનાથી ઘરની શાંતિ પ્રભાવિત થાય છે.
પશ્ચિમ દિશા – ઘરમાં શૌચાલય અથવા બાથરૂમ પશ્ચિમ દિશામાં બનાવવું. આ દિશામાં, તમે રસોડું પણ બનાવી શકો છો. એક વાત ધ્યાન રાખો કે આ દિશામાં ક્યારેય બાથરૂમ અને રસોડું એકબીજાની વિરપરિત ન હોવું જોઈએ.
ઇશાન ખૂણો – ઇશાન ખૂણાને ભગવાન શિવ શંકરનું સ્થળ માનવામાં આવે છે. આ ખૂણો પૂજાઘર બનાવવા માટે સૌથી યોગ્ય છે. આ દિશાના સ્વામી ગુરુને માનવામાં આવે છે.