હંમેશા અવું કહેવાય છે કે, જ્યારે કોઈ ઘરની બહાર જતી વખતે જો કોઈ છીંક ખાય, અથવા તો બિલાડી રસ્તો કાપે તો તેને અશુભ માનવામાં આવે છે. મનમાં એક ભય રહી જાય છે કે, કંઈક ખરાબ થશે.આપણે નાનપણથી સાંભળ્યું છે કે, કોઈ બહાર જતું હોય તો તેને ટોકવું નહીં, સાંજે કચરો વાળવો નહીં, અને સંધ્યાકાળે ઉંઘવું નહીં વગેરે,વગેરે… કારણ કે, આ બધી વાતો સાથે શુભ અશુભની માન્યતા જોડાયેલી છે.
જ્યોતિષશાસ્ત્રમાં પણ એવી કેટલીક વાતો જણાવવામાં આવી છે જેનો, આપણા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડે છે. એવા કેટલાંક સંકેતો પણ દર્શાવાયા છે. જેનાથી વ્યક્તિના કાર્યો અને તેની યાત્રા પર અસર પડે છે. એટલે ઘરની બહાર નીકળતી વખતે અમુક પ્રકારની બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે…..
આંખ ફરકવી:
આંખ ફરકવાથી પણ સંકેત મળે છે. આંખ ફરકવા વિશે રામાયણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જયારે સુગ્રીવ અને શ્રીરામ મળ્યા ત્યારે બાલીની ડાબી આંખ ફરકી હતી. જો પુરુષોની ડાબી આંખ ફરકે તો તેને અશુભ માનવામાં આવે છે પણ મહિલાઓની ડાબી આંખ ફરકે તો તેને શુભ માનવામાં આવે છે. તેમ જ પુરુષોની જમણી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે. જયારે પુરુષોની જમણી આંખ નીચેની બાજુએ ફરકવી શુભ માનવામાં આવે છે.
ગાય
કોઈ પણ વ્યક્તિના ઘરના મુખ્ય દરવાજા પર ગાય આવીને ભાંભરે તો સમજી જવું કે ઘરના દરેક વ્યક્તિના દુઃખ દૂર થવાના છે. તેમને જીવનમાં ખુશીઓ આવશે. તેમનો સારો સમયે શરુ થશે.
અંતિમયાત્રા
ઘરની બહાર નીકતી વખતે રસ્તામાં કોઈ શવયાત્રા જોવા મળે તો તેને અશુભ ન ગણવું, કારણે કે, આ એક શુંભ સંકેત છે. જી હા.. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શવયાત્રા તમારી તમામ અધૂરી ઈચ્છા પૂરી કરે છે. તમારા અટવાયેલા પૂરા થાય છે. ક્યારેય પણ શવયાત્રાને પ્રણામ કરવાનું ભુલવું નહીં..
શંખ કે ઘંટનો અવાજ સંભળાવવો…
ઘરની બહાર નીકળતી વખતે જો તમને શંખનાદનો અવાજ અથવા કોઈ ઘંટનો અવાજ સંભળાય તો સમજવું કે, તેમારી યાત્રા સફળ થશે.
પાણીનો ઘડો કે વાસણ દેખાવું
તમને સવારમાં નોકરીએ કે ધંધે જતા હોય ત્યારે તમને કોઇ નાનું બાળક અથવા કુંવારી કન્યા હસતા ચહેરાની સાથે સામી મળે તો તમારો દિવસ સારો રહેશે. તમે જે કાર્ય કરવા જતા હશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમે કોઇ શુભ કાર્ય માટે બહાર જતા હોવ ત્યારે કોઇ સ્ત્રી પાણી અથવા દૂધથી ભરેલું પાત્ર લઇને સામે મળે તો સમજવું કે તેનાથી તમારું કાર્ય અવસ્ય થશે. તેમાં તમને સફળતા પણ મળશે અને હવે ધનની પ્રાપ્તી પણ થવાની છે.
પક્ષીનું આંગણામાં આવવું
ઘરની બહાર જતા હોવ ત્યારે પક્ષી આવી ને ઘર પર કે આંગણા મા બેસે અને પાંખો હલાવ્યા વગર થોડીવાર બેસી રહે તો તે પણ શુભ સંકેત છે. તમારા મનની બધી ઇચ્છા પુર્ણ થવાની છે તેમ સમજવું. તમે સુતા હોવ અને સપનામાં કુદરતની સુંદરતાનું દ્રશ્ય જોવો તો તે પણ સારો સંકેત મનાય છે. ધન લાભ થવા માટેનો બીજો સંકેત એ છે કે તમને સપનામાં પાણી દેખાય તો તે સારો સંકેત છે. તમે તમારા લગ્ન માટે છોકરી જોવા જતા હોવ અને કોઇ લાલ સાડી પહેરેલી સ્ત્રી સામીથી જોવા મળે તો સમજવું કે તમને તમારો જીવનસાથી મળી જશે.
આ પ્રાણીઓનું દેખાવવું શુભ માનવામાં આવે છે…
ઘરની બહાર નીકળતી વખતે ઘોડો, હાથી અને નોળિયો જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય યાત્રા દરમિયાન આ પ્રાણી દેખાવવાથી યાત્રા સફળ રહે છે.