આપણે હંમેશા જરૂરિયાત કરતાં મેળવવાની ઝંખના રાખીએ છે. ક્યારે પણ મળેલી વસ્તુઓથી સંતુષ્ટ થતાં નથી, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ , ભારતમાં એવા ઘણાં પરિવારો છે, જે આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે. તેમને બે ટંક ભોજન પણ નસીબ થતું નથી. એવામાં જો આ લોકોને ભોજન મળી જાય તો બઉં મોટી વાત છે.

કહેવાય છે, ભૂખ્યાને ખાવાનું ખડાવવાથી પુણ્ય મળે છે.તમિલનાડુની એક મહિલા પણ ભૂખ્યાને ભોજન કરાવી ખૂબ પુણ્ય કમાઈ રહી છે. આ મહિલા પોતાનું ઘરમાં ચલાવવા માટે એક નાનકડી નાસ્તાની દુકાન ચલાવે છે. જે ફક્ત પોતાના પરિવારનું જ નહીં, ઘણાં ગરીબોનું પેટ ઠારે છે.જી હા… આ મહિલાના સ્ટૉલ પર જે લોકો આવે છે, તે ક્યારે ભૂખ્યું જતું નથી.

જ્યારે કોઈ તેમના સ્ટોલ પર બિરયાની ખરીદવા માટે અને તેની પૈસા ન હોય તો તે તેમને ફ્રીમાં ભરપેટ ખાવાનું ખવડાવે છે. એવું નથી કે, આ મહિલા અમીર હોય, પણ હા…એવું ચોક્કસથી કહી શકાય તે મનથી ખૂબ અમીર છે. કારણ કે, આ મહિલા પોતાનું ઘર ચલાવવા ઘણો સંઘર્ષ કરે છે. છતાં તે માનવતાની આગળ રાખીને જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં ખાવાનું ખવડાવે છે.

મહિલાના જણાવ્યાનુસાર, મારા વિચાર ફક્ત લોકોને ભોજન કરાવવાનો છે. બિરયાની પેકેટ 20થી 50માં વેચે છે. પરંતુ ઘણાં એવા લોકો આવે છે, તેમની પાસે પૈસા નથી હોતા. તેમને હું ફ્રીમાં ડબ્બો આપું છું.
ANI એજન્સીને આ મહિલાની કહાણી લોકોની સમક્ષ લાવી છે. લોકોને તેના આ કામની ખૂબ સરાહના કરી રહ્યાં છે. કોયંબટૂરની આ મહિલાની માણસાઈની મિસાલ આપી રહ્યાં છે. જેને જોઈને કોઈ શિખામણ લઈ રહ્યાં છે.