નાનપણથી જ આપણને કેટલીક બાબતોને વિશે ટોકવામાં અથવા સાવચેત કરવામાં આવે છે. જેનાથી શુભ-અશુભ ટાળી શકાય છે. ઉદાહરણ તરીકે, બિલાડીના રડવું, આંખનું ઝબકવું, ઘર છોડતી વખતે છીંક આવવી, કૂતરાનું રડવું અને દૂધ ઉકળવું – આ બધી ઘટનાઓને અશુભ સંકેત માનવામાં આવે છે. તૂટેલો કાચ પણ આ સૂચિમાં સામેલ છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે, જો ઘરમાં રાખેલો કોઈપણ કાચ તૂટી જાય છે, તો તે અશુભ ઘટના છે અને નજીકના ભવિષ્યમાં ખરાબ સમાચાર મળી શકે છે.
આવો જાણીએ…વાસ્તુ મુજબ કાચનું તૂટવાનો અર્થ શુભ થાય છે કે, અશુભ..
જો તમે વાસ્તુ શાસ્ત્રમાં વિશ્વાસ કરો છો, તો ઘરમાં કાચ અથવા અરીસો અચાનક તૂટી જાય છે (તૂટેલો અરીસો), તો તેનો અર્થ એ કે, કાચ ઘરે આવતાં કોઈપણ સંકટ પોતાની ઉપર લઈ ગયો છે અને સમસ્યા ટળી જાય છે. પરંતુ યાદ રાખવું કે તૂટેલા કાચ તાત્કાલિક દૂર કરી દેવા જોઈએ.
- જો ઘરની બારી અથવા દરવાજાના કાચ અચાનક તૂટી જાય અથવા તિરાડ પડી જાય, તો તે ખરાબ નથી, પરંતુ તે સંકેત હોઇ શકે છે કે, થોડા દિવસોમાં તમારી પાસે ગુડન્યૂઝ અથવા પૈસા વવાના છે.
વાસ્તુનાશાસ્ત્રો અનુસાર, કાચ અથવા અરીસાનુ અચાનક તૂટવાનો અર્થ એ પણ થઈ શકે છે કે ઘરમાં કોઈ પણ જૂનો વિવાદ સમાપ્ત થઈ રહ્યો છે અથવા જો કોઈ વ્યક્તિ બીમાર છે, તો ધીમે ધીમે તેની તબિયત સુધરવા લાગી છે.
જો કે, ધ્યાનમાં રાખો કે, ઘરમાં રાખેલો કોઈપણ કાચ તૂટી જાય તો તેના વિશે બિનજરૂરી કકડાટ કરવાને બદલે કાચના ટુકડા સાફ કરીને ઘરની બહાર ફેંકી દો.
વાસ્તુ શાસ્ત્ર મુજબ, અરીસા અથવા દર્પણની ખરીદી કરતી વખતે પણ ધ્યાનમાં રાખશો કે ઘરમાં કોઈ ગોળ અથવા અંડાકાર આકારનો કાચ ન રાખો. આવા અરીસા ઘરની સકારાત્મક ઊર્જાને નકારાત્મક ઊર્જામાં ફેરવી નાખે છે.