ચાનું નામ સાંભળતા જ ચાના રસિકોને ચા પીવાનું મન થઈ જાય છે. એમાં પણ શિયાળામાં ગરમા ગરમ ચા મળી જાય તો જાણે દિવસ સુધરી જાય. આપણા દેશમાં ખૂબ ચા પીવાય છે. મોટા ભાગના લોકોની સવારની શરૂઆત ચાથી થાય છે તો કેટલાક લોકો સાંજે પણ ચા પીવે છે. એટલું જ નહીં રાત્રે પણ ક્યારેક મૂડ આવે તો લોકો ખાસ ચા પીવા નીકળે છે. દિવસભરમાં લોકો 4થી 5 ચા સરળતાથી પી જાય છે. ચાની ચુસકી વિશે સાંભળી તમને સારૂ લાગતુ હશે પરંતુ જો તમને કોઈ એવું કહે કે ખાવા-પીવાના બદલે માત્ર તમને ચા જ મળશે. તો કદાચ તમને ચા પર એટલો પ્રેમ નહીં મળે. પરંતુ શું આપણે કલ્પના કરી શકીએ કે છત્તીસગઢના એક ગામડાની મહિલા છેલ્લા 33 વર્ષથી માત્ર ચા પર જ જીવે છે? આવો જાણીએ કોણ છે આ મહિલા અને કેવી રીતે માત્ર ચા પર જ જીવી રહી છે.
ડોક્ટરો પણ ચાચીની તંદુરસ્તીને લઈને હેરાન છે
આપણે વાત કરી રહ્યાં છીએ છત્તીશકઢના કોરિયા જિલ્લાના બરાડિયા ગામમાં રહેતી પિલ્લી દેવી વિશે. કે જેને માત્ર 10 વર્ષની ઉંમરે જ અનાજ ખાવાનું છોડી દીધું હતું અને ત્યાર બાદથી જ તેઓ માત્ર ચા પીને જ જીવન ગુજારે છે. તેમની અજબ જીવન શૈલીના કારણે આખા જિલ્લામાં લોકો તેમને ‘ચા વાલી ચાચી’ તરીકે ઓળખવામાં આવે છે. આ મહિલા છેલ્લા 33 વર્ષોથી માત્ર ચા પીને જીવી રહ્યા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ચાચી ચા પીને જીવી તો રહ્યા છે પરંતુ તંદુરસ્ત રીતે જીવી રહ્યા છે. આ જોઈને કેટલાક તબીબોને પણ ચક્કર આવી ચૂક્યા છે. કારણ કે માત્ર ચા પર આખું શરીર ટકી રહે છે અને તેના સિવાય અન્ય કોઈ પણ ખોરાક ન લેવામાં આવે તો ચોક્કસ આ મુદ્દે સવાલો તો ઉભા થવાના જ છે.
સૂર્યાસ્ત પછી માત્ર એક જ વાર ચા પીવે છે- ચાચીના પિતા
ચાચીના પિતા રતિ રામભાઈના જણાવ્યા અનુસાર 44 વર્ષીય પિલ્લી દેવી જ્યારે છટ્ટા ધોરણમાં ભણતી હતી. ત્યારે જ અનાજ ખાવાનું છોડી દીધું હતું. ‘મારી પુત્રી કોરિયા જિલ્લાના જનકપુરમાં આવેલી પટના સ્કુલવતી જિલ્લા કક્ષાાની એક સ્પર્ધામાં એ ભાગ લેવા ગઇ હતી. પરત આવી ત્યારે અચાનક જ એણે ભોજન લેવાનું છોડી દીધું અને પાણી પીવાનું શરૂ કર્યું હતું’ વધુમાં તેણે જણાવ્યું હતું કે શરૂઆતમાં તે બ્રેડ અને બિસ્કીટ પણ ખાતી હતી, પરંતુ ધીમે ધીમે એ પણ છોડી દીધા. હવે તે દિવસમાં સુર્યાસ્ત પછી માત્ર એક વાર ચા જ પીવે છે.
ચાચીના ભાઈએ ડોક્ટરને પણ બચાવ્યું
ચાચીના ભાઈ બિહારીલાલ રજવાડેએ જણાવ્યું કે, તેમણે પીલી દેવીને ડોક્ટરને પણ બતાવ્યું હતું. જેથી એ ખબર પડે કે, તેને કોઈ બિમારી તો નથી ને. તો ડોક્ટરોની તપાસમાં તેમની કોઈ બિમારી સામે આવી ન હતી. જેથી એ પણ સાબિત ના થયું કે, આ આદત કોઈ બિમારીથી પડી કે કોઈ બીજુ કારણ છે.
33 વર્ષથી કોઈ ચા પર કેવી રીતે જીવી શકે
કોરિયા જિલ્લા હોસ્પિટલના ડોક્ટર એસ.કે. ગુપ્તાએ કહ્યું હતું કે કોઇપણ વ્યક્તિ માત્ર ચા પર 33 વર્ષ સુધી જીવી શકે નહીં. આ તો શક્ય જ નથી. જેથી પરિવારના સભ્યોએ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં બતાવ્યું હતું. પણ ડોક્ટરો પણ હેરાન રહી ગયા હતા. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કોઈ પણ માણસ ફક્ત ચા પીને 33 વર્ષ સુધી જીવીત ન રહી શકે. આ વાત અસંભવ છે. પણ આ કિસ્સાના લીધે ભલભલા લોકો મોઢામાં આંગળી નાખી ગયા છે કે માત્ર ચાના જ સેવનથી કોઈપણ કેવી રીતે આટલા વર્ષો સુધી જીવી શકે